Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સાવરકુંડલા તાલુકા પેન્શનરો મંડળની સામાન્ય સભા મળી : વિવિધ પ્રશ્નોની ચર્ચા

સાવરકુંડલા તા. ૨૬ તાલુકા પેન્શનરોમી ૩૯ મી સામાન્ય સભા મળેલ જેમાં વિવિધ કેડર માંથી નિવૃત કર્મચારીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતી રહેલ સભામાં અધ્યક્ષની હરખાસ્ત ભોળાભાઇ બોળીસાગર અશ્વિનભાઇ ઉપાધ્યાયની મુકેલ તેને ટેકો. હાજી દિલાવરખાત પઠાણે આપેલ સર્વ સંમતિથી આ. દરખ્યાચતને વધાવેલ. આ સભાનું સંચાલન રમેશભાઇ રવિયાએ કરેલ હતું.

કુંડલા તાલુકા પેન્શનરો ને વિવિધ માગણીઓ જે હતી તે સતત પ્રયત્નોથી કર્મચારીને વ્યાજ સહિત ની રકમ ચુકવેલ. તે માટે અશ્વિનભાઇ ઉપાધ્યાય અને સાથી ટીમે પ્રયત્નો કરેલ.તાલુકાના ૫૮૦ નિવૃત કર્મચારીનું પેન્શનર મંડળ છે જેમાં ૭૫ વર્ષની વય ધરાવતા કર્મચારીને શાલ ઓઢાડી સન્માન કરેલ. નવા પેન્શનરોને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવેલ.

આ સભામાં નિયંત્રીત મહાનુભાવો અમરેલી જિલ્લાના પેન્શનર મંડળના પ્રમુખ હરજીવનભાઇ ટાંક તથા મહામંત્રી કાચભાઇ તથા રાજુલાના પ્રમુખ કાનજી લીલીયાથી ધોરાજીયા સાહેબ તથા બગસરાથી ગિરધરભાઇ સોલંકી, ધારીથી શ્રી ભટ્ટી તેમજ અમરેલી જિલ્લા ટ્રેઝરી ઓફીસર રાજુભાઇ મહેતા તથા દુધરેજીયાભાઇએ માર્ગદર્શન આપેલ હતુ.

(11:42 am IST)
  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST

  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST