Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મેંદરડા, માણાવદર અને વિસાવદરમાં બીજા દિવસે મેઘાનો વિરામઃ ખેડુતોમાં રાહત

સોરઠમાં વાવણીના કામકાજમાં ધરતીપુત્રો મશગુલ

જુનાગઢ તા.ર૬ : મેંદરડા માણાવદર અને વિસાવદર સહીતના સોરઠમાં આજે બીજા દિવસે મેઘાએ વિરામ લીધો છે.ગઇકાલના વરસાદથી ખેડુતોમાં રાહત પ્રસરી છે.

જુનાગઢ જિલ્લામાં માંગળવારે બપોરે બે કલાક ચોમાસુ રહેતા મેઘાએ પાણીપાણી કરી દીધું હતું છેલ્લા ર૪ કલાક દરમ્યાન જિલ્લામાં ૧ર ઇંચ (૩૦પ મી.મી.) વરસાદ નોંધાયો હતો.

જેમાં આજે સવાર સુધીમાં જુનાગઢ ખાતે ૧ મીમ.ી. માળીયા હાટીનામાં ૬૩ મી.મી. માણાવદર-૬૩ મી.મી., માંગરોળ બે મી.મી. મેંદરડા વિસ્તારમાં ૯૦ મી.મી. વિસાવદર પંથકમાંં ૧૦ મી.મી. વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા હતા. સોરઠમાં મંગળવારથી મેઘ મહેરની લઇને વાવણીના કામકાજ વધુ ગતિશીલ બન્યા છે. આજે સવારથી જુનાગઢ જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ પ્રવર્તે છે પરંતુ મેઘાએ વિરામ ફરમાવ્યો હોય નોંધપાત્ર વરસાદના સમાચાર નથી જો કે ગઇકાથીજેમ આજે પણ બપોરે બાદ મેઘો ફરી એન્ટ્રી મારે તેવી શકયતા જોવાઇ રહી છે.

દરમ્યાનમાં આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન રપ.૭ ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કી.મી.રહી હતી.

(11:38 am IST)