Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

દેલવાડામાં જુગાર રમતા ૫ શખ્સો ૯૧૦૦ની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૨૬ :. દેલવાડા ગામે પાંચ લોકોને પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી ૩ મોબાઈલ તથા રોકડ રૂપિયા મળી રૂ. ૯૧૦૦ મુદ્દામાલ કબ્જે કર્યા હતા.

દેલવાડા ગામે અંજાર ઝાપે પોલીસ કમલેશભાઈ જગમાલભાઈ તથખા સ્ટાફે જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા (૧) રમેશ ભીખાભાઈ જેઠવા (૨) રમેશ લખમણભાઈ બાંભણીયા (૩) દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમા (૪) મગનભાઈ સાર્દુલભાઈ વાજા (૫) વિક્રમભાઈ કાળુભાઈ બાંભણીયા રે. દેલવાડાવાળાને રોકડા રૂ. ૩૧૦૦ તથા ૩ મોબાઈલ ફોન રૂ. ૬૦૦૦ તથા સાહિત્ય મળી કુલ રૂ. ૯૧૦૦ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:35 am IST)