Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઉનામાં વેપારી ઉપર હુમલો કરીને લૂંટના બનાવમાં અંતે ૭ દિ' પછી પોલીસે ફરિયાદ નોંધી

ગુન્હો નોંધીને ૭ આરોપીઓને પકડવાની તજવીજ

ઉના, તા. ૨૬ :. મુસ્લિમ વેપારી ઉપર ૭ લોકોએ કરેલ લોખંડના પાઈપ વતી મારમારી ગંભીર ઈજા કરી ૧૭ હજાર રૂપિયાની લૂંટના બનાવની ૭ દિવસ બાદ પોલીસે ફરીયાદ નોંધી છે. ફરીયાદ નોંધાવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યા તથા અખબારોમાં સમાચાર આવ્યા બાદ પોલીસે લૂંટ, માર  મારવાનો ગુન્હો નોંધ્યો છે.

વડલા ચોકમાં નસીબ પાન સેન્ટર નામની દુકાન ધરાવતા સાજીદભાઈ નુરમહમદ શેખ રે. રહીમનગર ગુલમહોર સોસાયટી ઉનામાં રહેતો અને રાત્રે મોટર સાયકલ ઉપર ઘરે જતો હતો ત્યારે મોઈન ઉર્ફે મોની હસનભાઈ મકરાણી સહિત ૭ લોકોએ રોકી લોખંડના પાઈપ મારી પગ-હાથમાં ફ્રેકચર કરી મોટર સાયકલ ઉપર રાખેલ પાકીટમાં રૂ. ૧૭ હજારની લૂંટ કરી નાસી ગયા હતા જેની પોલીસ ફરીયાદ લેતી ન હોય અખબારોમાં સમાચાર તથા ઉનાના આગેવાનો ભારતીબેન ડોડીયા, સાહબુદીનભાઈ દલ સહિત ૪૮ લોકોએ આવેદન પત્ર આપી માથાભારે શખ્સો સામે ફરીયાદ નોંધી લોકોને ભયમુકત કરવા માંગણી કરતુ આવેદનપત્ર પ્રાંત અધિકારી ઉનાને આપતા પોલીસ હરકતમાં આવી સાજીદભાઈ નુરમહમદભાઈ શેખની ફરીયાદ લઈ આરોપી (૧) મોઈન ઉર્ફે મોન્ટી હસનભાઈ મકરાણી (૨) સીરાજ ઉર્ફે ફતો હસનભાઈ મકરાણી (૩) અરબાજ આબેદભાઈ મકરાણી (૪) સલમાન ઉર્ફે બીંડી મુખ્તારભાઈ (૫) અસ્લમ ઉર્ફે બાબલો સફીભાઈ પઠાણ રે. બધા નીચલા રહીમનગર ઉના (૬) અકરમ ઉર્ફે બિચ્છુ રે. ઉના કોર્ટ વિસ્તાર તથા (૭) એક અજાણ્યો માણસ એ અગાઉ સાજીદ પાસે ધંધો કરવા રૂપિયા માંગેલ સાજીદે ના પાડેલ અને જ્ઞાતિના આગેવાનો રૂબરૂ સમાધાન કરાવેલ તેમ છતા આ ૭ લોકોએ ખાર રાખી લોખંડના પાઈપ વતી માર મારી ગંભીર ઈજા કરી હાથપગમાં ફ્રેકચર કરી મોટર સાયકલ ઉપર રાખેલ પાકિટમાંથી રૂ. ૧૭ હજાર રોકડાની લૂંટ કરી નાસી ગયાની ફરીયાદ નોંધી આઈપીસી ૩૯૭, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:33 am IST)