Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મેઘાણી સાહિત્ય વર્તુળના ઉપક્રમે

બગસરામાં જોષીની દસમી નવલકથા 'માયામૃગ'નું વિમોચન કરાયુ

બગસરા તા. ર૬ :.. બગસરામાં મેઘાણી સાહિત્ય વર્તુળના ઉપક્રમે શ્રી જે. આર. જોષીની દસમી નવલકથા 'માયા મૃગ'નું વિમોચન નવલકથા ક્ષેત્રના તજજ્ઞ અને વિદ્વાન શ્રી ડો. મહેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે નવલકથાના ભાવ વિશ્વમાં લઇ જઇ ડો. કેતન કાનપરીયાએ માયામૃગનું યોગ્ય તારતમ્ય કહયું શ્રી મહેન્દ્ર પરમારે નવલકથાના તાણાવાણાથી લઇ માયામૃગ વિશે વિસ્તૃત ચર્ચા કરી કૃતિને યોગ્ય ન્યાય કર્યો.

માયામૃગના લેખક જોષીએ પ્રતિભાવ આપતા મહાકવિ દાંતિ અને એની પ્રેરણા બિયાદ્રીશ અને માયામૃગની નાયિક 'અનન્યા' ને યાદ કર્યા હતાં.

કાર્યક્રમનું સંચાલન, સંચાલક કવિ સ્નેહી પરમારે કર્યુ હીર સેજપાલે નવલકથાની સિનોપ્સાસ કહી સૌને સાહિત્ય રસમાં ડુબાવ્યા હતા વિશાળ શ્રોતાજનોની હાજરીમાં બંસી વાદક શ્રી સંજીવ ધારૈયાએ રાગમીયા કી મલ્કાર વગાડી સૌને મંત્ર મુગ્ધ કર્યો. આ કાર્યક્રમને સુંદર રીતે પુર્ણ કરવામાં શ્રી લેખક અમૃત પરમાર, મેઘાણી સાહિત્ય વર્તુળના પ્રમુખ શિવજીભાઇ રૂખડા અને મંત્રીશ્રી ચંદ્રાસભાઇ બસીયાની મહેનત અને માર્ગદર્શન સુંદર રહ્યા હતાં.

આ પ્રસંગે ઉપસ્થીત પાલીકા ઉપપ્રમુખ નિતેષભાઇ ડોડીયા, શેખવા, રશ્મીનભાઇ ડોડીયા,  તવાડી, અસગરભાઇ લોખંડવાળા, ભરતભાઇ પંડયા અમરેલી કિકાણી, પ્રકાશભાઇ રાણીંગા, વિનુભાઇ ભરખડા તથા  શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહી નવલકથાકાર જે. આર. જોષીને સાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્નેહી પરમારે કરી હતી. છેલ્લે કાર્યક્રમના અંતે આભાર વિધી ચંદ્રાસભાઇ ઇબસીયાએ કરી હતી.

(11:33 am IST)