Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ચાંપરડા અને સતાધારની જગ્યાના અન્નક્ષેત્રો લાખો લોકોની આંતરડી ઠારી રહ્યા છેઃ પૂ.પારસમુનિ

રાજકોટ,તા.૨૬: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.શ્રી પારસમુનિ મ.સા.સમગ્ર સૌરાષ્ટ્રની વિહારયાત્રા દરમ્યાન ચાંપરડા પૂ.મુકતાનંદજી મહારાજ આશ્રમ પધારેલ ત્યાં પૂ.સદાનંદજી મહારાજ સાથે એક કલાક સત્સંગ અને ચર્ચા વિચારણા તેમના સેવા કાર્યો વૃધ્ધાશ્રમ, સ્કુલ, કોલેજ, હોસ્ટેલ, ગૌશાળા, હોસ્પિટલ વગેરે જોયા. ત્યાંથી વિસાવદર થઈને પૂ.ગુરૂદેવ સતાધાર પધાર્યા.ચલાલા દાનબાપુની જગ્યાના સંતશ્રી વલકુબાપુ, શ્રી પ્રયાગરાજબાપુને પૂ.ગુરૂદેવ મળ્યા. દાનબાપુના મુખ્ય બે શિષ્યો શ્રી વિસામણબાપુ પાળિયાદ અને ગીગાબાપુ સતાધાર એક જ મહિનાના સમયમાં ત્રણેય જગ્યા પર ગુરૂદેવ પધાર્યા.સતાધારમાં શ્રી જીવરાજબાપુ અને શ્રી વિજયબાપુ સાથે સત્સંગ થયો. તેમની સરલતા, પવિત્રતા પૂ.ગુરૂદેવના હૃદયમાં વસી ગઈ. સતાધારની જગ્યા સત્ ના આધારે ચાલી રહી છે. સત્તાધારની ભકિત અનન્ય છે. વિજયબાપુનો પ્રેમ, લાગણી અને વાણીની મધુરતા, શિસ્ત પાલનનો આગ્રહ અંતરને સ્પર્શી ગયો હતો. ત્યાંથી સરસઈ, થઈ મેંદરડા પધાર્યા. મેંદરડા પૂ.ડુંગરસિંહજી સ્વામીનું મૂળવતન ત્યાંથી જુનાગઢ શ્રીસંઘમાં  પ્રવચન શ્રી સંઘની ભાવ- ભકિત અનુમોદનીય રહી ત્યાંથી વડાલ આશાપુરાધામ ધીરેનભાઈ ઉદાણી અને અશ્વિનભાઈ પંચમીઆ દ્વારા સંચાલિત  વૃધ્ધાશ્રમ પધાર્યા. ત્યાંથી તપસ્વી ગુરૂદેવ પૂ.માણેકચંદજી મ.સા.ની જગ્યા પર પધાાર્યા અને ત્યાંથી જલારામ બાપાના વીરપુર થઈને પૂ.ગાદીપતિ ગુરૂદેવ, શ્રી ગિરિશમુનિ મ.સા.ની જન્મભૂમિ ગોમટા પધાર્યા. ત્યાં રાત્રી પ્રવચનમાં ૫૦૦ જૈનેતર ભાઈઓ- બહેનો પધારેલ. પૂ.શ્રીનો તા.૨૩ના ગોંડલનગર પ્રવેશ થયેલ છે.

(11:31 am IST)