Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ભાણવડમાં પીવાના પાણીની ભારે કટોકટી વચ્ચે લાઇન તૂટતા હજારો લીટર પાણી વેડફાયુ

ભાણવડ તા.૨૬: શહેરના રણજીતપરા વિસ્તારના જુના સિનેમા રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કટોકટીના ટાણે જ પાણીની લાઇન ઉપડી જતાં આશરે બે કલાક સુધી આખા વિસ્તારને પુરૂ પાડી શકાય તેટલું પાણી બેફામ રીતે વેડફાતુ રહ્યું હતું.

પાઇપલાઇનમાંથી ગત વર્ષે પણ આ રીતે વારંવાર પાણી વેડફાયા બાદ લાઇન રીપેરીંગ માટે કોન્ટ્રાકટરને રોકવામાં આવેલ પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓની બેકાળજીથી કોન્ટ્રાકટરે રીપેરીંગ કામમાં વેઠ ઉતારતા ફરી વાર છેલ્લા કેટલાક વખતથી આ લાઇન લીકેજ થઇ ગઇ હતી. અને હજારો લીટર પીવાનું પાણી વેડફાઇ ગયુ હતુ હાલ પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઇ ગયેલ છે જે પુનઃ કયારે શરૂ થશે તે નક્કી નથી.

(11:31 am IST)