Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઉપલેટામાં ડોકટર એસો.દ્વારા કોટેજ હોસ્પિટલમાં સફાઇ અભિયાન યોજાયું

ઉપલેટા તા.૨૭: અહિની કોટેજ હોસ્પિટલમાં તથા બહારના ભાગમાં ગંદકી ફેલાયેલ હોય, ઉપલેટા નગરપાલિકા દ્વારા ડોકટરોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. કારણ કે આનાથી શહેરીજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે અને એક સારો સંદેશ પણ જાયએ હેતુસર આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સ્વચ્છતા અભિયાનમાં ૪૩ જેટલા મહિલા અને પુરૂષ ડોકટરો પોતાની ખાનગી હોસ્પિટલમાં પણ સાવરણી હાથમાં લેતા ના હોય એવા બધા ડોકટરો આ કાર્યક્રમમાં જોડાઇને સફાઇ કરી હતી.

ડોકટરો દ્વારા જણાવાયું હતું કે આગામી દિવસોમાં શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે તમામ ખાનગી અને સરકારી ડોકટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પણ સાફ-સફાઇ કરી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. પાંચ મિનિટનો પણ સમય ના હોવા છતાં આ ખાનગી અને સરકારી સિનિયર અને જુનિયર ડોકટરો દ્વારા વહેલી સવારે ૭ થી ૮ એમ પુરેપુરી એક કલાક માટે પોતાની માનદ સેવાઓ સ્વચ્છતા કાર્યક્રમમાં આપી હતી.

નગરપાલિકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડિયાએ પણ જણાવવામાં આવ્યું હતું કે ઘરે ઘરે આવતી ટીપરવાનો તેમજ દરેક લોકોને દુકાન તથા ઘર પર નિઃશુલ્ક આપવામાં આવેલ સુકા અને લીલા કચરા માટેના ડસ્ટબિનમાં જ કચરો નાંખી દરરોજ કચરો એકઠો કરવા આવતા નગરપાલિકાના ટીપરવાનમાં જ નાંખવા માટે અપીલ કરવામાં આવી હતી.

(11:29 am IST)