Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કચ્છમાં તળાવમાં ડુબી જવાથી ર ભાઇઓ સહિત ૩ના મોત

પ્રથમ વરસાદે રાપરના ગેડી ગામે દુર્ઘટના સર્જીઃ પરિવારમાં ભારે શોક

કચ્છમાં વરસાદથી નદીમા પુર આવ્યુ હતુ તે નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

ભુજ તા.૨૭: દુષ્કાળનો સામનો કરતા કચ્છના રાપરમાં પ્રથમ વરસાદે કરૂણ ઘટના સર્જી હતી. રાપરના ગેડી ગામે તળાવમાં આવેલા પાણીના પગલે નહાવા પડેલા ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.

જોકે, આ ઘટનાની ગઇકાલ મોડી રાત સુધી પોલીસ ચોપડે નોંધ થઇ નથી. પણ, રાપર મામલતદાર અને રાપર તાલુકા વિકાસ અધિકારીએ આ દુર્ઘટનાને સમર્થન આપ્યું છે.

ગેડી ગામના વેલા રામા સોલંકી અને બબાભાઇ નારાણ ચાડના બાળકો ગઇકાલે મોડી સાંજે વરસાદના પગલે ગામના તળાવમાં નવુ પાણી આવતા નહાવા પડ્યા હતા. જે દરમ્યાન આ ત્રણ બાળકો ડુબી જતાં
તેમના કરૂણ મોત નિપજ્યા હતા. મોડી રાત સુધી આ બાળકોના
મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકોના મોતની કરૂણ ઘટનાએ ગેડી ગામ સહિત રાપર પંથકમાં શોકનો માહોલ સર્જ્યો છે.

(11:26 am IST)