Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના મંડાણથી ખુશાલી

જુનાગઢ, જામનગર, કચ્છ, ભાવનગર, પોરબંદર, મોરબી, અમરેલી જીલ્લામાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ સાર્વત્રિક વરસાદની રાહ

માણાવદર : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા (તસ્વીર : ગીરીશ પટેલ-માણાવદર)

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે કોઇ - કોઇ જગ્યાએ હળવો - ભારે વરસાદ વરસી જાય છે.

વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને મિશ્ર ઋતુનો અનુભવ થવા લાગે છે.

ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક તૃષાતુર વિસ્તારો પર મંગળવારે પણ વાદળોએ હેત વરસાવ્યું હતું. ૩૭ તાલુકા મથકે ૧ મીમીથી માંડીને ૯૦ મીમી પાણી વરસી જતા રાહત પ્રસરી છે. મેંદરડામાં ચાર ઇંચ,  માળીયા-હાટીના - મેંદરડા-કેશોદ-ધ્રોલ-લાલપુર- ભાવનગરમાં બે થી અઢી ઇંચ, સુત્રાપાડા-વાંકાનેર - કુતીયાણા અને સાયલામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલી વાવણી પર જાણે કાચું સોનું વરસ્યું છે. તો કચ્છ પર હજુ વાદળો મંડાતા નથી.

જુનાગઢ શહેરમાં ઝાપટારૂપે માત્ર ૧ મિ.મી. જળ વરસ્યું હતું. તો મેંદરડામાં બપોરે વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં ચાર ઇંચ પાણી વરસી જવાથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતાં. માણાવદરમાં પણ અઢી ઇંચ નોંધાયો છે.

માળીયા હાટીનામાં સખ્ત ઉકળાટ બાદ બપોરે એક વાગ્યાથી એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ થઇ જતા નગરના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતાં. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. મગફળીની વાવણી પછી આ પહેલો સારો વરસાદ હોવાથી કિસાનો આનંદમાં આવી ગયા છે.  કેશોદમાં પપ મી. મી., વિસાવદર ૩૦, માંગરોળમાં ર મીમી વરસાદ પડયો હતો.

જામનગર શહેરમાં માત્ર છાંટા વરસ્યા હતાં. જયારે જિલ્લામાં લાલપુરમાં અઢી ઇંચ વરસાદથી રેલમછેલ થઇ ગઇ હતી. વિજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ થયો છે. લાલપુરના મોટા ખડબામાં  પણ સવા બે ઇંચ વરસાદ હરખની હેલી લઇ આવ્યો હતો. ધ્રોલમાં પ૮ મી. મી., જામજોધપુરમાં ર મી.મી. વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં દિવસભર બફારો વર્તાયો હતો અને મહત્તમ તાપમાન પણ ૩પ.પ ડીગ્રી જેવું સામાન્ય રહ્યું હતું. ભેજવાળા વાતાવરણમાં ગમે ત્યારે વરસાદ આવી પહોંચશે. એવું લાગતું હતું પરંતુ પ્રતિક્ષા ફળી  નહોતી.

ભાવનગર શહેરમાં સવારે આઠ વાગ્યાથી મેઘસવારી આવી પહોંચી હતી. વાદળ એકાએક ઘેરાયા હતા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારના ૮ થી ૧૦ ના બે કલાકમાં જ ભાવનગરમાં ૩૪ મી. મી. પાણી પડી ચુકયું હતું તો ૧૦ થી ૧ર વાગ્યના બીજા બે કલાકમાં ભાવનગરમાં વધુ ૧૭ મી. મી. વરસાદ પડતા ભાવનગરમાં ૪ કલાકમાં બે ઇંચ વરસાદ પડી ચૂકયો હતો. જયરે ઘોઘામાં ૧૬ મી. મી. (અડધો ઇંચ), તળાજામાં ૧૩ મી. મી., મહુવા ૪, ગારીયાધાર, ૩ શિહોર ર અને પાલીતાણામાં ૧ મી. મી. થયો છે. ભાવનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક થી દોઢ ઇંચ વરસાદ પડયો હોવાના અહેવાલો છે. સોમવારે રાત્રે જિલ્લાના ઉમરાળા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. ગઇકાલે રાત્રીના પણ હળવા ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો.

માણાવદર

માણાવદર : શહેર અને ગ્રામ્ય અનરાધાર રાા ઇંચ વરસાદ કાલે બપોર બાદ પડયો હતો. શહેરમાં ભારે ઉકળાટ અને ગરમીથી પશુ-પક્ષી અને આમ જનતા ઘણા સમયથી ત્રસ્ત હતી તેમાં આ અનરાધાર રાા ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. તથા નાનાથી મોટેરાઓએ વરસાદમાં ન્હાવાનો અનેરો લાહવો લીધો હતો. વરસાદથી વાતાવરણ આહલાદક થયું હતું તો શહેરમાં ઠેર-ઠેર ગટરોમાં પાણી ન નીકળતાં પાણી ભરાયા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના અહેવાલો છે. તેમાં વાવણી થઇ ગઇ છે તેને કાચા સોના જેવો ફાયદો થશે ખેડૂતો ખુશહાલ થયા છે.

સાથે - સાથે પીવાના પાણીની કટોકટીમાં લોકો વરસાદી પાણીના સંગ્રહ માટે જે હાથ લાગ્યું તે ભરવા લાગ્યા હતાં. કુદરત ને દેવું હોય તો અડધા કલાક - કલાકમાં રાા ઇંચ વરસાદ રપી પાણી આપી દીધું ભૂગર્ભ ગટરના અણઘડ કામથી પાણીનો નીકાલ ઝડપી થતો નથી તે માટે જુની ગટરો જ કામ લાગે છે. ભાલેચડા ગારીમાં ભારે પાણી આવ્યા હતાં. ગઇકાલે સવારથી આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૪ મહત્તમ ર૭.૮  લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગરમાં વરસાદના વધામણા માટે દેડકા-દેડકીના પ્રતિકરૂપ લગ્ન

ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના લોકો દ્વારા વરસાદ આવતા જ ચાર ચોકમાં ર૧ શ્રીફળ વધેરી અને કંકુ અબીલ ગુલાલ વડે મેઘરાજાની પૂજા કરી વરસાદના વધામણા કરાયા હતાં.

જયારે વરસાદના વધામણાના જ એક ભાગરૂપે દેડકા-દેડકીના પ્રતિકરૂપ લગ્ન વિધી પણ કરવામાં આવી હતી વરસાદ બાદ દેડકાઓ દેખાશે ત્યારે વિધીવત લગ્ન પણ કરાશે!

જુનાગઢ

જુનાગઢ

૧ મી.મી.

કેશોદ

પપ મી.મી.

માળીયા હાટીના

૬૩મી.મી.

માણાવદર

૬૩ મી.મી.

માંગરોળ

ર મી.મી.

મેંદરડા

૯૦ મી.મી.

વિસાવદર

૩૦ મી.મી.

જામનગર

લાલપુર

૬૯ મી.મી.

જામજોધપુર

ર મી.મી.

ધ્રોલ

પ૮ મી.મી.

કચ્છ

ખાવડા

૬ર મી.મી.

ભાવનગર

ગારીયાધાર

૩ મી.મી.

ઘોઘા

૧૬ મી.મી.

તળાજા

૧૩ મી.મી.

પાલીતાણા

૧ મી.મી.

ભાવનગર

પર મી.મી.

મહુવા

૪ મી.મી.

પોરબંદર

પોરબંદર

૧ મી.મી.

રાણાવાવ

૧૦ મી.મી.

કુતીયાણા

૪૪ મી.મી.

મોરબી

મોરબી

૧પ મી.મી.

વાંકાનેર

૪૦ મી.મી.

રાજકોટ

વિંછીયા

૧૦ મી.મી.

અમરેલી

ધારી

૩ મી.મી.

ખાંભા

પ મી.મી.

લીલીયા

ર મી.મી.

સાવરકુંડલા

૧ર મી.મી.

વડીયા

ર મી.મી.

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

પ મી.મી.

સુરેન્દ્રનગર

થાનગઢ

૩ મી.મી.

(11:26 am IST)