Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોડીનારમાં જાદવ સોચા રદ્દ થયેલી ૯૮.૪૬ લાખની નોટ સાથે ઝડપાયો

કેરીના બોકસમાં રૂ.પ૦૦ અને ૧૦૦૦ની નોટ જઇ રહેલા શખ્સને ઝડપી પાડયોઃ પોલીસ તપાસનો ધમધમાટ

કોડીનાર, તા., ર૬ : કોડીનાર નજીકથી પોલીસે રૂપિયા પ૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી રૂપિયા ૯૮.૪૬ લાખની નોટ સાથે ઉના તાલુકાના વ્યાજપુર ગામના જાદવ ભીખાભાઇ સોચા (દલિત)ની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોડીનાર પોલીસની ટીમ છાછર ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મોટર સાઇકલ પર કેરીના બે બોકસ લઇને નીકળેલા વ્યાજપુર ગામના જાદવ ભીખાભાઇ સોચાની પુછપરછ કરતા અને બોકસ તપાસતા તેમાંથી રદ થયેલી રૂ.પ૦૦ અને ૧૦૦૦ની નોટ મળી આવી હતી. આ બનાવની જાણ થતા કોડીનાર એસબીઆઇને મેનેજરને બોલાવીને નોટની ખરાઇ કરતા આ બધી નોટ રદ થયેલી હોવાનું અને રૂપિયા ૯૮.૪૬ લાખની નોટ હોવાનું ખુલ્યુ હતુ.

પોલીસ આ બનાવન અંગે ભીખાભાઇ સોચાની પુછપરછ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોડીનાર પોલીસે કેરીના બોકસમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, ત્યારબાદ રદ થયેલી નોટ  ઝડપાતા કેરીના ખાલી બોકસનો આવી રીતે ઉપયોગ થઇ રહયો હોવાનું ખુલ્યુ છે.

(4:18 pm IST)