Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

લીંબડી-બગોદરા હાઇવે પર ત્રિપલ અકસ્માત :ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાયા

જનશાળી ગામ નજીક ભેંસો અચાનક નીકળતા ડમ્પરે બ્રેક મારતા પાછળ આઇસર અને અન્ય એક ટ્રક અથડાયા

લીંબડી-બગોદરા હાઇ-વે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેને 108 દ્વારા હોસ્પીટલમાં ખસેડાયા હતા જનશાળી ગામ પાસે હાઇ-વે પર અચાનક ભેંસો નીકળતી આવતાં ડમ્પર ચાલકને ઇમરજન્સી બ્રેક મારવી પડી. અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલા હાઇડ્રોજન ગેસના બાટલા ભરી જઇ રહેલ આઈસર પાછળ અન્ય એક ટ્રક અથડાતા અકસ્માત સર્જાર્યો. આ અકસ્માતને કારણે હાઇ-વે પર ટ્રાફીક જામ થતાં વાહનોની લાંબી લાઇનો લાગી હતી.

(1:28 pm IST)