Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બામણબોરમાં બીડી પીતી વખતે ભડકો થયોઃ વૃધ્ધ વાલજીભાઇ કોળી દાઝયા

રાજકોટ તા.૨૬: બામણબોરની સીમમાં રહેતાં વાલજીભાઇ ભલાભાઇ બાવળીયા (ઉ.૬૫) નામના કોળી વૃધ્ધ રાત્રે દોઢેક વાગ્યે પથારીમાં બીડી પીતા હતાં ત્યારે કેરોસીનની દીવો માથે પડતાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વાલજીભાઇને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. પોતે નિવૃત જીવન જીવે છે. બનાવ અંગે બામણબોર પોલીસને જાણ કરાઇ હતી.

(11:58 am IST)