Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા શાળા પ્રવેશોત્સવ

 ધોરાજી : શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક ભવન ખાતે ધો.૯-૧૧ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ તકે ધો.૯ તથા ધો.૧૧ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ચોપડાનું વિતરણ કરાયુ હતુ. પ્રિન્સીપાલ શ્રી ઠુંમરે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે યોગથી થતા ફાયદાઓ વિશે, વૃક્ષારોપણ વિશે, સ્વચ્છતા વિશે પ્રેરક પ્રવચનો આપ્યા હતા. શાળા ટીડીઓ શ્રી સાકરીયા, વિનુભાઇ વઘાસીયા, પ્રવિણભાઇ મારૂ, ભરતભાઇ પરમાર, પ્રવિણભાઇ મોડાસીયા, દિવ્યેશભાઇ રાખોલીયા, ગૌતમભાઇ જોગાણી, કિરણભાઇ પેથાણી તેમજ શિક્ષણ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

(11:52 am IST)