Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જામજોધપુરમાં વાલસણ ગામના વોંકળામાં જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા

જામજોધપુર તા.૨૬ : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રદિપ સેજુળ અધિ. એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટે.ના (આઇ/સી) પો.ઈન્સ. જે.ડી. પરમાર તથા એ.એસ.આઇ. એમ. એલ. જાડેજા તથા પો.હેડ કોન્સ. એસ.બી. બોરીચા તથા પોલીસ કોન્સ. અર્જુનસિંહ  રામદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. હીરેનભાઇ માંડાભાઇ ગાગીયાએ રીતે સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

અહિં વાલાસણ ગામમાં આવેલ વીડી વિસ્તારમાં હરદેવસિંહની  વાડીની બાજુમાં આવેલ નદીના વોકળામાં મહીપતસિંહ રણજીતસિંહ વાળા જાતે- પટેલ ઉ.વ. ૪૮- ધંધો-ખેતી  રહે. - વાલાસણ તા. જામજોધપુર તથા શાંતીલાલ પ્રેમજીભાઇ વડાણીયા જાતે પટેલ ઉ.વ. ૭૧ ધંધો -ખેતી  રહે. વાલાસણ  તા. જામજોધપુર તથા રમેશભાઇ લક્ષ્મીદાસ પરમાર જાતે પટેલ ઉ.વ. ૫૨ ધંધો - દરજીકામ  રહે. સ્ટેશન પ્લોટ  જામજોધપુર તથા ચમનભાઇ  પ્રાગજીભાઇ  માંકડીયા  જાતે  પટેલ ઉ.વ. ૬૫ ધંધો ખેતી  રહે જુના  બસ સ્ટેન્ડ ભાયાવદર તા. ઉપલેટા  તથા હમીરભાઇ માલદેભાઇ પીપરોત્તર જાતે - સગર ઉ.વ. ૪૫ ંધધો - મજુરી  રહે. આંબરડી મેવાસા તા. જામજોધપુર  તથા અશોકભાઇ જયંતીભાઇ પાનસરા જાતે પટેલ - ઉ.વ. ૪૨ ધંધો- ખેતી રહે. રામોલીયા  ફળીયુ ચોરા પાસે જામજોધપુર તથા  મુકેશભાઇ નાનુભાઇ ઉનડકટ જાતે લોહાણા ઉ.વ. ૪૮ ધંધો વેપાર રહે.  ભાયાવદર  સોની મહાજન વાડીની બાજુમાં કડીયા શેરી  તા. ઉપલેટા  તથા દેવશીભાઇ હમીરભાઇ સોલંકી  જાતે સગર ઉ.વ. ૪૫  ધંધો - ખેતી રહે. બ.સ્ટેન્ડ પાસે  ડેરી આંબરડી તા. જામજોધપુર  તથા વિપુલભાઇ  રમણીક ભાઇ ડાભી જાતે કોળી ઉ.વ.૨૪  ધંધો - મજુરી  રહે. વાલાસણ તા. જામજોધપુર વાળા રોકડા રૂ. ૧૬૧૮૦-/ ના મુદ્દામાલ સાથે મળી આવતા તેઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા એ.એસ.આઇ. એમ. એલ. જાડેજાએ ફરિયાદ આપેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પો.સ્ટે.ના (આઇ.સી)  પો.ઈન્સ. જે.ડી પરમાર તથા એ.એસ.આઇ એમ.એલ.જાડેજા તથા પો.હેડ કોન્સ. એસ.બી બોરીચા તથા પોલીસ  કોન્સ. અજૂનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ  દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા  તથા પોલીસ કોન્સ. ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા પોલીસ કોન્સ. હિરેનભાઇ માંડાભાઇ ગાગીયા એ કરી છે.

(11:43 am IST)