Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જાફરાબાદ, ઘોઘા, તળાજામાં વરસાદી ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણઃ પવનના સૂસવાટા સાથે ગરમીમાં રાહત

રાજકોટ તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને હળવા-ભારે વરસાદી માહોલ યથાવત છે.

ગઇકાલે રાત્રીના અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ઝાપટા રૂપે ૪ મી.મી. વરસાદ પડયો હતો આજે ભાવનગરના ઘોઘા, તળાજામાંં પણ વરસાદી ઝાપટા પડયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણ છે. તો અમુક વિસ્તારોમાં ધુપ-છાંવનો માહોલ છે અને પવનના સુસવાટા સાથે ગરમીમાં રાહત થઇ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે અને ધીમે ધીમે કયાકં હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહ્યો છ.ે

છેલ્લા થોડા દિવસોથી ચોમાસુ જામતુ હોય તેવો વરસાદી માહોલ જામવા લાગે છે અ ને ઝાપટાથી માંડીને એકથી બે ઇંચ વરસાદ પણ પડી જાય છ.ે જેના કારણે લોકોને બફારામાંથી રાહત મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના આગમન સાથે ખેડુતો વાવણી કાર્યની તૈયારીમાં લાગી ગયા છ.ે અને બિયારણ તૈયાર રાખીને વાવણી લાયક ધોધમાર વરસાદની રાહ લોકો જોઇ રહ્યા છે.

ભાવનગર

ભાવનગરઃ બે દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ આજે મંગળવારે સવારથી જ તડકો નીકળ્યો હતો. જીલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ચાર તાલુકાઓમાં છુટો-છવાયો વરસાદ પડયો છ.ે ગોહીલવાડ પથંકમાં રવિવાર અને સોમવારે વરસાદી માહોલ વચ્ચે હળવો વરસાદ પડયો હતો. અને મેઘરાજા મનમુકી ન વરસતા લોકો નિરાશ થયા હતા દરમ્યાન આજે મંગળવારે તો ગોરંભાયેલુ વાતાવરણ પણ વિખેરાયુ હતું અને સવારથી જ તડકો નીકળ્યો હતો લોકો હવે મેઘરાજા કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે. દરમ્યાન છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ૧ મી.મી.ઘોઘામાં ૪ મી.મી. મહુવામાં ર૬ મી.મી. અને તળાજામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

ભાવનગર જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ સ્વચ્છ રહેતા લોકોમાં  હવે આગાહી અંગે ચર્ચા જાગી છે.

જામનગર

શહેરનું તાપમાન ૩૦ મહત્તમ, ર૬.૪ લક્ષ્ુતમ, ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૭.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:42 am IST)