Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોડીનાર બસ સ્ટેન્ડ નજીક ૧૧ કેવી ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટ થતા આખલો વીજપોલ સાથે ચોંટી જતા મોત

પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલીઃ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

કોડીનાર, તા. ૨૬ :. કોડીનાર, તા. ૨૬ :. કોડીનાર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક પીજીવીસીએલની ગંભીર બેદરકારીના લીધે વિજપોલ સાથે આખલો ચોંટી જતા અને શોર્ટસર્કિટના કારણે આખલાનો જીવ જતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.

આ ઘટનાની વિગત મુજબ બસ સ્ટેન્ડ નજીક આવેલ ૧૧ કેવી ટ્રાન્સફોર્મરવાળો વિજપોલ ઝરમર વરસાદમાં જ શોર્ટ થતા અને આ સમયે જ ત્યાંથી પસાર થતા આખલાને શોર્ટ લાગતા આખલો વિજપોલ સાથે ચોંટી જતા પીજીવીસીએલની બેદરકારીના લીધે આખલાએ જીવ ગુમાવતા જીવદયા પ્રેમીઓ સહિત લોકોમાં પીજીવીસીએલ તંત્ર વિરૂદ્ધ ભારે રોષ ફાટી નિકળ્યો છે.

કોડીનાર શહેરમાં મેઈન્ટેનન્સના બહાને દર શનિવારે વિજકાપ ઝીંકી શહેરીજનો ઉપર આતંક મચાવનાર પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ પહેલા ઝરમર વરસાદે જ ઉઘાડી પાડી દેતા સમગ્ર વર્ષ મેઈન્ટેન્સના બહાને પ્રિમોન્સુન કામગીરીમાં પીજીવીસીએલ દ્વારા લોલંલોલ અને પોલંપોલ જ કરવામાં આવી હોય પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે આખલાએ જીવ ગુમાવ્યો હોય અને ચોમાસામા ઘણા વિજપોલ શોર્ટ થતા હોય કોઈ માનવ જીંદગી આનો ભોગ બને તે પહેલા આવા પોલો દૂર કરવા માંગણી ઉઠવા પામી છે.(૨-૭)

(11:41 am IST)