Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હળવદમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

 હળવદ : રોટરેકટ કલબ ઓફ હળવદ તેમજ સ્મિત ડોકટર હાઉસ તથા ડો. સંકેત મકવાણા ના આયોજન થકી હળવદ મા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર , શ્વાસ, ઈ.સી.જી. ની તપાસ ફ્રી મા કરવામા આવી હતી. તેમજ દર્દીઓને વિનામુલ્યે દવાઓ નુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.આ કેમ્પ નો લાભ આશરે ૫૦૦ દર્દીઓએ લીધો હતો. કેમ્પમાં ડો.સંકેત મકવાણા, ડો.વૈશાલી મકવાણા,ડો.કુલદીપ ખાંદલા,ડો.જીગ્નેશ ચૌહાણ,ડો.ગૌતમ સોનાગરા એ સેવા આપી હતી. કેમ્પ ના આયોજન બદલ રોટરેકટ કલબ હળવદ દ્વારા ડો.સંકેત મકવાણાનુ સન્માન કરવામા આવ્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હળવદ)

(9:54 am IST)