Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી તા.૨૮ થી તા.૩૦ મે દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી

-ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના

અમરેલી: સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આગામી તા.૨૮ મે થી ૩૦ મે, ૨૦૨૩ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક,  કાપણી કરેલા પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ પ્રકારનું નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવી. વધુ જાણકારી અર્થે સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલીએ યાદીમાં જણાવ્યું છે.

(1:12 am IST)