Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાણવડ તાલુકાના મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓનો નિદાન કેમ્પ યોજાયો

દેવભૂમિ દ્વારકા:ભાણવડ તાલુકાના મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૫૨ સગર્ભા બહેનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

ટી.એચ. ઓ ડો. પ્રકાશ ચાંડેગ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં જામ ખંભાળિયાની ક્રિશા હોસ્પિટલના ડો. શ્રી ભરત ગઢવી દ્વારા સગર્ભા બહેનોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. સગર્ભા બહેનોનો વજન, ઊંચાઈ, લોહીની ટકાવારી, BP ,RBS જેવા રિપોર્ટ્સ કરી દવાઓ આપવામાં આવી હતી અને જરૂરિયાતવાળા બહેનોને લોહીની ટકાવારી માટે આયર્ન સુક્રોઝના બાટલા ચડાવી સારવાર આપવામાં આવી હતી.

મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડો. નિખિલ વારોતરિયાના નેતૃતમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

(11:01 pm IST)