Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિરપુરમાં દારૂની ર૩ બોટલો સાથે બે-શખ્‍સોને ઝડપી લેતી વિરપુર પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૬:  વિરપુર પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નિકળેલ તે દરમિયાન બાતમી મળેલ કે ચિત્રકુટ પાર્ક વિસ્‍તારમાં રહેતો લાલજી ગુજરાતી પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્‍લીસ દારૂનો જથ્‍થો રાખેલો હોય જે આધારે તેના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા જુદી જુદી બ્રાન્‍ડની બોટલો નંગ -ર૩ કિ. રૂા. ર૧પ૦/- નો મળી આવતા પોલીસે લાલજી રણછોડભાઇ ગુજરાતી ને દારૂના જથ્‍થા સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા તેનો મિત્ર જલા ભગાભાઇ ગમારાને વહેચવા આપતો હોવાનું જણાતા પોલીસે બન્ને શખ્‍સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

(3:46 pm IST)