Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમરેલી હોટલ નેપ્‍ચ્‍યુનમાં લાગેલી આગમાં ફસાયેલ ર૦ લોકોને ૧૦ મીટરની ઉંચાઇએથી ફાયર ટીમે બચાવી લીધા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ : અમરેલી શહેરમાં આવેલ હોટલ નેપ્‍ચ્‍યુનમાં મોડી રાત્રીના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગવાને કારણે મોટા-મોટા ધુમાડાઓ ઉડવા લાગ્‍યા હતા જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.આ આગ લાગવાને કારણે અહીં હોટલમાં આવેલા રૂમોમાં ૨૦ જેટલા લોકો ફસાયા હતા.આ બનાવ અંગે ફાયર વિભાગને ટેલિફોનિક રીતે જાણ કરવા આવી હતી જેને પગલે ફાયરની ટીમ તાત્‍કાલિક ધોરણે સ્‍થળ પર પહોંચી હતી અને ભરચક વિસ્‍તાર હોવા છતાં પણ અત્‍યાધુનિક ફાયરના સાધનોનો ઉપયોગ કરી ૧૦ મીટરની ઉંચાઈએ ઉપરના માળ પરથી રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને રેસ્‍કયુ કરી બહાર કાઢવામાં આવ્‍યા હતા.

આ સફળ રેસ્‍કયુ ઓપરેશન બાદ અહીં પાણી તેમજ આગ ક્ષામકોનો ઉપયોગ કરી આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવ્‍યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.અહીં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.યોગ્‍ય તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

(1:41 pm IST)