Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિરપુરના દારૂના ગુન્‍હામાં ૭ વર્ષથી વોન્‍ટેડ જૂનાગઢનો અલ્‍તાફ પકડાયો

રૂરલ ક્રાઇમ બ્રાંચે જુનાગઢમાં છાપો મારી દબોચી લીધો

રાજકોટ તા. ર૬ :.. વિરપુરના દારૂના ગુન્‍હામાં ૭ વર્ષથી વોન્‍ટેડ જુનાગઢના શખ્‍સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો છે.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના ગુન્‍હાઓમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્‍વયે એલ. સી. બી. પો. ઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્‍સ. આર. કે. ગોહીલ, ફરાર થયેલ કેદીઓની તપાસમાં હતા તે દરમ્‍યાન વિરપુર પો. સ્‍ટે.ના દારૂના ગુન્‍હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતો આરોપી અલતાફ રહીમભાઇ ઉર્ફે કરીમભાઇ  સિપાઇ રહે. જુનાગઢ દાતાર રોડ આંબાવાડીયા પોલીસ લાઇન પાછળ જુનાગઢ હોવાની બાતમી મળતા દબોચી લેવાયો હતો. પો. હેઙ કો. વિરરાજભાઇ ધાંધલ, પો. કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, મહેશભાઇ સારીખાડા કૌશિકભાઇ જોશી તથા ડ્રા. પો. કો. અબ્‍દુલભાઇ શેખ રોકાયા હતાં.

(1:40 pm IST)