Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પોરબંદર જિલ્લામાં અલગ - અલગ સ્‍થળોએથી ઝડપાયેલો લાખો રૂપિયાના દારૂનો નાશ કરાયો

પોરબંદર તા. ર૬ : પોરબંદર જિલ્લામાં અલગ - અલગ સ્‍થળોએથી પોલીસે પકડી પાડેલો લાખો રૂપિયાના દારૂના જથ્‍થાને પોલીસ દ્વારા ઓડદર દરિયા કાંઠા નજીક નાશ કરવામાં આવ્‍યો હતો.

પોરબંદર જિલ્લામાં જુદાં - જુદાં સ્‍થળોએથી પકડાયેલ ઇંગ્‍લીશ દારૂ અને દેશી દારૂનો અત્‍યાર સુધીનો જથ્‍થો પોલીસ દ્વારા ઓડદર નજીક દરિયા કાંઠા નજીક ખૂલ્લી જગ્‍યામાં રાખીને આ દારૂ ઉપર બુલડોઝર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્‍યો હતો.

પોલીસ દ્વારા નાશ કરવામાં આવેલ ઇંગ્‍લીશ દારૂ તથા દેશી દારૂ પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા બગવદર, માધવપુર તથા જિલ્લાના અન્‍ય ગામોમાંથી ઝડપાયો હતો જે દારૂનો નાશ કરવાની કામગીરી પોલીસે કરી હતી.

 

(1:39 pm IST)