Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ટંકારા ખાતે સુવર્ણ પ્રાશન કેમ્‍પમાં ૩૫૦ બાળકોએ ટીપા પીધા

 ટંકારા  : સુવર્ણપ્રાશન ટીપા કેમ્‍પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગ-તિકારક શક્‍તિ વધારવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્‍યા આ કેમ્‍પમાં ૩૫૦ જેટલા બાળકોને વિનામૂલ્‍યે ટીપા પીવડાવવામાં આવેલ..

ટંકારા સદગુરુ મિત્ર મંડળ તથા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્‍યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્‍તિ વધારવા,શારીરિક તથા માનસિક વિકાસમાં વળદ્ધિ કરવા,રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન કેમ્‍પ યોજાયો હતો. બાળકોને ગિફ્‌ટ પણ આપવામાં આવી હતી.

આ કેમ્‍પમાં કેમ્‍પના મુખ્‍ય આયોજક રાજભાઈ પરમાર(આયુર્વેદિક જીવનશૈલી) ચંદ્રકાન્‍તભાઈ કટારીયા , ગિતાબેન સરડવા, ગિરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત, મનસુખભાઈ બોડા, કુવરજીભાઈ ભાગ્‍યા સેવા આપી હતી.

(1:32 pm IST)