Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ટંકારા મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં ધો.૧૦માં ચા વાળાની દીકરી પ્રથમ નંબરે

ટંકારા, તા. ૨૬ : શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં ધો. ૧૦માં ચા વાળાની દીકરી પ્રથમ નંબરે પાસ થયેલ છે

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થતાં ટંકારા માં શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય માં ધો. ૧૦માં ચા વાળાની દીકરી વકાતર તુલસી મુનાભાઈ પ્રથમ નંબરે પીઆર ૯૩.૮૯ અને ૮૦ ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે.

વકાતર તુલસી ના પિતા દેરી નાકા રોડ ઉપર ચાની કીટલી ચલાવે છે. ભરવાડ સમાજમાં પણ હવે શિક્ષણનું મહત્‍વ સમજાયું છે તેણે ખાનગી શાળાના બદલે ગ્રાન્‍ટેડ શાળામાં પોતાની પુત્રી ભણાવી શ્રેષ્‍ઠ પરિણામ મેળવેલ છે.

(1:25 pm IST)