Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઇ દલવાડીની નિમણુંક

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૬: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ દ્વારા મોરબી, રાજકોટ અને કચ્‍છ સહીત ચાર જિલ્લા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે જે અન્‍વયે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હળવદના રહેવાસી રણછોડભાઈ દલવાડીની નિમણુંક કરવામાં આવી હોવાનું પ્રદેશ ભાજપ મહામંત્રી અને હેડક્‍વાટર ઇન્‍ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્‍યું છે. આ સાથે જ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા અને કચ્‍છ જિલ્લા ભાજપ પ્રમુખની પણ નિયુક્‍તિ કરવામાં આવી છે.

 

(1:23 pm IST)