Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ઈન્‍સ્‍ટાગ્રામ પર સ્‍ટોરી શેર કરતા દ્વારકાના યુવાનને ભડાકે દેવાની ધમકી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૨૬ : દ્વારકામાં ટીવી સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના ૨૨ વર્ષના યુવાને થોડા સમય પૂર્વે પોતાના મોબાઈલ ફોનમાં ઈન્‍સ્‍ટાગ્રામ આઈડી પરથી ચોક્કસ પ્રકારની એક પોસ્‍ટ તથા સ્‍ટોરી શેર કર્યા હતા.

આ બનાવનું મનદુઃખ રાખીને ૬૩૫૩૬૧૪૮૦૬ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્‍સે તેને ફોન કરીને  ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી ૯૧૫૭૫૦૫૪૬૫ મોબાઈલ નંબર ધરાવતા શખ્‍સે તેને ફોન કરી અને બંદૂકના ભડાકે દેવાની અને મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ અન્‍ય એક મોબાઈલ નંબર ૬૩૫૫૬૫૯૮૨૮ નંબર ધરાવતા શખ્‍સે પણ ફરિયાદી રાણાભા માણેકને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે  આરોપી શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

મહિલાને ત્રાસ આપતા પતિ તથા પુત્રી સામે ફરિયાદ

ઓખા મંડળના વરવાળા ગામે રહેતા અને દેવાભાઈ શિરુકાની પુત્રી લાખીબેન કાનાભાઈ માંગલીયા નામના ૫૦ વર્ષના પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન કલ્‍યાણપુર તાલુકાના જામપર ગામે રહેતા તેણીના પતિ કાના મેઘા માંગલીયા તેમજ જયશ્રીબેન કાનાભાઈ માંગલીયા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી, ઝઘડો કરી, માર મારવામાં આવતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે.

દ્વારકાનો શખ્‍સ દારૂ સાથે ઝડપાયો

દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા પરેશ જેરામભાઈ નકુમ નામના ૨૬ વર્ષના શખ્‍સને પોલીસે વિદેશી દારૂની બાર બોટલ સહિત કુલ રૂપિયા ૯,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્‍યો હતો.

દ્વારકાનો શખ્‍સ છરી સાથે ઝડપાયો

દ્વારકા તાલુકાના બાટીસા ગામના વાડી વિસ્‍તારમાં રહેતા બનેસંગભા હીરાભા જામ નામના ૪૭ વર્ષના શખ્‍સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે કાર્યવાહી કરી હતી.

મીઠાપુરના આરંભડામાં સંજય હરીશભાઈ ચાનપા નામના ૨૬ વર્ષના શખ્‍સને પોલીસે રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતના હોન્‍ડા મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્‍યો હતો.

હર્ષદપુરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્‍તારમાં રહેતા ગોવિંદભાઈ સવાભાઈ ગોજીયા નામના યુવાને કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી ટીકડા ગળી જતા તેમને વધુ સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવની જાણ મળતકના પિતા સવાભાઈ રણમલભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે.

(1:22 pm IST)