Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબીના માધાપરવાડી કન્‍યા શાળાની PM પ્રોજેકટ માટે પસંદગી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૬: દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગત વર્ષે ૫ મી સપ્‍ટેમ્‍બર - ૨૦૨૨ ના રોજ સરકારી શાળાની કાયા પલટ કરવા પ્રધાનમંત્રી સ્‍કૂલ ફોર રાઇઝિંગ ઇન્‍ડિયા-પીએમ પ્રોજેક્‍ટનો વિચાર રજૂ કરી સપનાની શાળા વિશે વાત કરી હતી.આ પ્રોજેક્‍ટ અંતર્ગત દેશની ૧૪૫૦૦ શાળાઓ પૈકી ગુજરાતની ૨૭૪ શાળા પૈકી મોરબી જિલ્લાની પાંચ શાળા પૈકી મોરબીની માધાપરવાડી કન્‍યા શાળાની પસંદગી કરવામાં આવી છે.

જેના ભાગરૂપે શાળામાં પ્રોજેક્‍ટર સ્‍માર્ટ બોર્ડ સાથેના સ્‍માર્ટ કલાસરૂમ,૧૬ કમ્‍પ્‍યુટર સાથે કમ્‍પ્‍યુટર લેબ, પ્રયોગશાળા,અનેક પુસ્‍તકોથી સજ્જ પુસ્‍તકાલય જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. હવે પછી શાળામાં નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, ર્લનિંગ સેન્‍ટ્રીક ટીચિંગ મેથડ લાગુ થશે, આ સ્‍કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ તેમજ સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવશે.અહીં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની ઇન્‍ડોર, આઉટડોર પ્રવળત્તિઓ કરાવવામાં આવશે. વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્‍મકતાનો વિકાસ થાય એવું સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવશે.

આ PM શાળામાં વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિગત વપરાશ માટે પણ અનેકવિધ શૈક્ષણિક સાધન સામગ્રી પુરી પાડવામાં આવશે,શાળામાં ઘટતા વર્ગખંડો સ્‍વચ્‍છતા સંકુલ વગેરે સુવિધાઓ ઉભી કરવા આવશે,માધાપરવાડી કન્‍યા શાળાનો ભ્‍પ્‍ યોજનામાં સમાવેશ કરવા બદલ દિનેશભાઈ વડસોલા પ્રિન્‍સિપાલ તેમજ એસ.એમ.સી.ના જાગળત અધ્‍યક્ષ કાળુભાઈ વી.પરમારે મોરબીના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઇ અંબારીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર,આસિ. ડિસ્‍ટ્રિક્‍ટ પ્રોજેક્‍ટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા વગેરેનો આભાર પ્રગટ કરેલ છે.

(1:20 pm IST)