Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજૂલામા પત્‍ની સાથે ફોનમાં વાતો કરતા હોવાની શંકા એ માર મારીને કુવામાં નાખી દેવાની ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૬ :.. રાજૂલા મફતપરામાં રહેતા હસમુખભાઇ ગોબરભાઇ ખસીયા (ઉ.વ.ર૦) ને જીતા જીણાભાઇ સરવૈયાએ તેમની પત્‍ની સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખી ભાગવી રાખેલ વાડીએ બોલાવી જીતા જીણાભાઇ અને બે અજાણ્‍યો શખ્‍સોએ લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી કુવામાં નાખી દેવાની ધમકી આપ્‍યાની રાજૂલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:31 pm IST)