Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધ્રોલ જી. એમ. પટેલ કન્‍યા વિદ્યાલયનું ધો.૧૦નું ૮પ.૭૧ટકા ઝળહળતુ પરિણામ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૬ :.. માર્ચ ર૦ર૩ એસ. એસ. સી. પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ જેમાં શ્રી જી. એમ. પટેલ કન્‍યા વિદ્યાલય ધ્રોલનું ૮પ.૭૧ ટકા ઝળહળતું પરિણામ આવ્‍યું છે, જેમાં કુલ ર૯૪ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપેલ તેમાં રપર વિદ્યાર્થીનીઓ ઉતિર્ણ થયેલ. જે ધ્રોલ તાલુકાનું તેમજ સંસ્‍થાનું ગૌરવ અને પ્રતિષ્‍ઠામાં વધારો કરેલ છે.

૯પ પીઆર. યુ.પી. રર વિદ્યાર્થીનીઓ, ૮પ પીઆર. યુ.પી. ૬૬ વિદ્યાર્થીનીઓ શાળાનું પરિણામ ૮પ.૭૧ ટકા છે.

૯૦ પીઆર. યુ.પી. ૪૬ વિદ્યાર્થીનીઓ ૮૦ પીઆર. યુ.પી. ૮૯ વિદ્યાર્થીનીઓ બોર્ડનું પરિણામ ૬૪.૬ર ટકા છે.

આ સંસ્‍થામાં મોટા ભાગે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતી દીકરીઓ અભ્‍યાસ કરે છે જયારે મોટા શહેરમાં મોટી ફ્રી ભરીને જે રિઝલ્‍ટ આવે એનાથી વિશેષ સારૂ રિઝલ્‍ટ આ સંસ્‍થાનું આવે છે.

જામનગર જીલ્લાની ગ્રાન્‍ટેડ શાળાઓમાંથી આ શાળાએ ઉત્‍કૃષ્‍ટ પરિણામ મેળવેલ છે તથા શાળાનું ગૌરવ વધારવા બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી બી. એચ. ઘોડાસરા, જેરામભાઇ વાંસજાળીયા, વાઇસ મેનેજીંગ ટ્રસ્‍ટી ડાયાભાઇ ભીમાણી, ભગવાનજીભાઇ કાનાણી, ડો. આર. સી. ભુવા, ગોવિંદભાઇ અમૃતિયા, રમેશભાઇ રાણીપા, ધરમશીભાઇ બોડા, રમેશભાઇ ઝાકાસણીયા, સંસ્‍થાના  સંચાલક ગણેશભાઇ નંદાસણા, જેન્‍તીભાઇ કગથરા, તેમજ સમગ્ર ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સદસ્‍યશ્રીઓએ શાળાના આચાર્યા શ્રી વિજયાબેન બોડા છત્રોલા તથા સ્‍ટાફગણ અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્‍યા હતાં

(1:18 pm IST)