Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ્રભાસ પાટણમાં સવાબે લાખના મુદ્દામાલની ચોરી

વેરાવળ તા. ૨૬ : અહીંના ભાવીનકુમાર વ્રજલાલ ભુવા કોન્‍ટ્રાકટર પ્ર.પાટણ વિસ્‍તારમાં રાખેલ કોન્‍ટ્રાકટ સાઇડ ઉપરથી ૬૬ કે.વી.સબસ્‍ટેશનમાંથી ૬૬ કેવી આઇસોલેટરની કોપરની પાઇપ (બ્‍લેડ) લોખંડના ચાપડા સહીત કુલ નંગ-૧૦ જે કોપર પાઇપ (બ્‍લેડ) ચાપડા સહીત નંગ-૦૧ ની કિ.રૂ.૨૨,૦૦૦ની હોય જેથી કોપર પાઇપ (બ્‍લેડ) કુલ નંગ-૧૦ ની કુ.કિં.રૂ.૨,૨૦,૦૦૦ ની કોઇ અજાણ્‍યો ચોર ઇસમએ ૬૬ કે.વી. પ્રભાસ પાટણ રેવન્‍યુ સર્વે નં.૨૨૬/૧ કુલલશ્‍કર બાપુની દરગાહની બાજુમાં પ્ર.પાટણ હિરણ નદીના કાંઠે ફેન્‍સીંગ કરેલ કમ્‍પાઉન્‍ડની અંદર ગેર કાયદેસર પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયાની રાવ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)