Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢમાં શણના કોથળામાં છૂપાવેલ ૬ લાખનો દારૂ કબ્‍જે

પિકઅપ બોલેરોમાં મુદામાલ લઇ જતાં રાજસ્‍થાની ચાલક ઝડપાયોઃ ૩ રાજસ્‍થાની સહિત અન્‍ય ૪ ફરાર

જુનાગઢ તા. ર૬ : એક મહેન્‍દ્ર કપંનીની પિકઅપ બોલેરો ગાડી મોટા જથ્‍થામાં ઇગ્‍લીશ દારૂ-જૂનાગઢ ખામધ્રોળ ચોકળી થઇ ખલીલપુર ચોકડી તરફ થઇ ઝાંઝરડા ચોકડીથી ચોબારી રોડ તરફ જવાની છે, તે હકિકતના આધારે એલ. પી. જી. પંપ પાસે વોચમાં હતા તે દરમ્‍યાન એક સફેદ કલરની મહેન્‍દ્રા કંપનીની પિકઅપ બોલેરો ગાડી નં. જી. જે. ૦૭-ટીયુ ૦૮૮૪ હકિકત વાળી પસાર થતા કોર્ડન કરી કારમાં બેસેલ ઇસમ ભાગવા જતા જેમનો તેમ પકડી સદરહુ મહેન્‍દ્રા કંપનીની પિકઅપ બોલેરો ચેક કરતા જેમાંથી ૭પ૦ એમ. એલ. ની બોટલ ભરેલ ની પેટી નં. ૯૦ જે એક બોટલની કુલ કિ. રૂા. ૪૦૦ લેખે કિ. રૂા. ૪,૩ર,૦૦૦, ૭પ૦ એમ. એલ. ની બોટલ ભરેલ પેટી નંગ ૩૪ જે એક બોટલની કુલ કિ. રૂા. ૪૦૦ લેખે કિ. રૂા. ૧,૬૩,ર૦૦ (૩) સફેદ કલરની મહેન્‍દ્રા કંપનીની પિકઅપ બોલેરો ગાડી રૂા. ૩,પ૦,૦૦૦ (૪) એક વીવો કંપનીનો વાદળી કલરનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ. રૂા. પ૦૦૦ તથા (પ) શણના કોથળા નંગ ૧૦૦, કુલ કિ. રૂા. ર૦૦ લેખે ગણી ગણી કુલ  મુદામાલ કિ. રૂા. ૯,પ,૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢી શ્રી સરકાર તરફે બી. કે. ઓડેદરા પો. હેડ કો. નાઓએ ફરીયાદી બની પ્રોહી. કલમ ૬પ, ઇ. ૯૮ (ર), ૮૧,૧૧૬, બી મુજબ ગુનો રજી કરાવેલ છે. અને આ કામની આગળની તપાસ પો. સબ. ઇ. સી. વાય. બારોટ સા. ચલાવી રહેલ છે.

 જેમાં આરોપીઓ (૧) મુકેશકુમાર સ.-ઓ. સુખરામ ગોદરા બિશ્નોઇ ઉ.વ.રપ ધંધો ડ્રાઇવીંગ રહે. ડેડુસન ગામ ગોડીયા સ્‍કુલ પાસે તા. જી. સાચોર રાજય રાજસ્‍થાન પકડાઇ ગયેલ છે અને (ર) ગોંગી જબરામ બિશ્નોઇ રહે. દાવલ ગામ તા. ચીતલવાણા, (૩) અનિલકુમાર બિશ્નોઇ રહે. દાવલ - ડેડવા રોડ વચ્‍ચે આવેલ લાલાકી ટકી પાસે તા. ચીતલવાણા જી. સાચોર (૪) ધવલ મહેતા રહે. જુનાગઢ મધુરમ બાયપાસ ફરાર જાહેર થયા છે.

આ કામગીરી જુનાગઢ બી ડીવીઝન પો. સ્‍ટે. ના ઇન્‍ચા. પો. ઇ. એમ. એમ. વાઢેર પો. સબ. ઇ. સી. વાય. બારોટ ગુન્‍હા શોધક યુનિટના શાખાના પો. હેઙ કો. ભનુભાઇ કારાભાઇ ઓડેદરા તથા કૈલાસભાઇ નાનજીભાઇ જોગીયા તથા વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા પો. કો. પ્રવિણભાઇ કાનાભાઇ વાળા, દિનેશભાઇ રામભાઇ જીલડીયા, જેઠાભાઇ નાથાભાઇ કોડીયાતર, મુકેશભાઇ મગનભાઇ મકવાણા, પ્રવિણભાઇ રાણીંગભાઇ બાબરીયા નાઓએ કરેલ છે.

(1:15 pm IST)