Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢમાં જુગાર રમતા ૮ ઝડપાયા

ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને હકિકત મળેલ કે  અસલમ ગનીભાઇ સમા રહે. જુલાઇવાડા વાળો સાબલપુર જીઆઇડીસી જય ભવાની એસ્‍ટેટ વિસ્‍તારમાં આવેલ તૌફીકભાઇ મારફાણી રહે. ઉંધીવાડા વાળાનું પ્‍લાસ્‍ટીકના ભંગારના કારખાનુ ભાડે રાખી કારખાનાની અંદર નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેથી રેઇડ કરતા રૂા. ર૦રપ૦ તથા નાલના રૂા. ૧ર૦૦ તથા મો.ફોન ૬ કિ. રૂા. ૬૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૮૧૪પ૦ના મુદામાલ સાથે (૧)  અસ્‍લમભાઇ ગનીભાઇ સમા, ગામેતી ઉ.વ.૪૮ ધંધો ભંગારનો રહે. જુલાઇવાડા નરસિંહ મહેતા સ્‍કુલની સામે (ર) ફઝલબીન યુસુફભાઇ કસીરી આરબ ઉ.વ.૪૦ ધંધો પ્રા.નોકરી રહે. જુલાઇવાડા અમીરા પેલેસ નરસિંહ સ્‍કુલની સામેની ગલી. (૩) વસીમ બોદુભાઇ શેખ ઉ.વ.ર૮ ધંધો મજુરીકામ રહે. જુલાઇવાડા મસ્‍જીદની પાછળ નરસિંહ સ્‍કુલની સામેની ગલી. (૪) અંજુમભાઇ રેમુભાઇ દાનાઇ, જુલાયા ઉ.વ.૩૮ ધંધો ગેરેજકામ રહે. લંઘાવાડા સાંઇ ટાવર, બ્‍લોક નંબર ૬૦૧ નરસિંહ સ્‍કુલની સામેની ગલી. (પ) અબ્‍બાસ મદબીન કાદરભાઇ શેખ, આરબ ઉ.વ.૪૮ ધંધો છુટક મજુરીકામ રહે. જુલાઇવાડા હનીફ મંજીલની બાજુમાં નરસિંહ સ્‍કુલની સામેની ગલી.  (૬) મહમદ શબીર ઉંમરભાઇ અંસારી, જુલાયા ઉ.વ.૪૯ ધંધો મજુરીકામ રહે. જુલાઇવાડા, મસ્‍જીદની પાછળ નરસિંહ સ્‍કુલની સામેની ગલી. (૭) અનવર યુસુફભાઇ શેખ ઉ.વ.૪ર ધંધો પ્રા.નોકરી રહે. મુલ્લાવાડા મસ્‍જીદની બાજુમાં નરસિંહ સ્‍કુલની સામેની ગલી.  (૮) ઇકબાલભાઇ સુલેમાનભાઇ ગરાના જુલાયા ઉ.વ.૪પ ધંધો મજુરીકામ રહે. લંઘાવાડા, મસ્‍જીદ-એ-સતાની સામે નરસિંહ સ્‍કુલ પાસેને ઝડપી લીધા હતા.  ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ તથા પો.હેડ કોન્‍સ. જીતેષ મારૂ, મહેન્‍દ્રભાઇ ડેર તથા પો.કોન્‍સ. વરજાંગભાઇ બોરીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:15 pm IST)