Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વેરાવળની દર્શન સ્‍કૂલના પાંચ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

સોમનાથ જિલ્લાનું ૬૨.૦૧% પરિણામ : એ વન ગ્રેડના ૬૭ - એ-ટુ ગ્રેડમાં ૮૦૯ ઉતીર્ણ૯૯.૭૯ પીઆર સાથે ખેડૂત પુત્ર ઝાલા મિત પ્રથમ ક્રમે

વેરાવળ તા. ૨૬ : ગીર સોમનાથ જિલ્લાનું ધોરણ૧૦નું ગત વર્ષ કરતા૬% ઓછું ૬૨.૦૧ટકા પરિણામ આવ્‍યું છે તેમાં આજોઠાનું સૌથી વધારે ૮૬.૯૨% તથા દેલવાડાનો સૌથી ઓછું૧૮.૮૫ટકા પરિણામ આવેલ છે. વેરાવળનું ૫૮.૪૨ટકા પરિણામ જાહેર થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ૬૭વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને૮૦૯વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ મેળવ્‍યા છે જિલ્લાની૧૦શાળાનું સો ટકા પરિણામ આવેલ છે.

વેરાવળ શહેરની દર્શન સ્‍કૂલમાં પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવેલ છે દર્શન સ્‍કુલ નું૯૭.૦૨ટકા પરિણામ આવ્‍યુ છે. વેરાવળ કેન્‍દ્રમાં પ્રથમ ક્રમે ભાલપરાના ખેડૂત પુત્ર ઝાલા મિત એ૯૯.૭૯પીઆર મેળવી પ્રથમ ક્રમ મેળવ્‍યો છે .તેને ગણિતમાં૧૦૦માંથી૧૦૦માર્ક્‍સ મળ્‍યા છે. રોજની૧૬કલાક જેટલું વાંચન કરી અને સ્‍કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને વિઠલાણી સરની દેખરેખથી તેમણે આ સિદ્ધિ હાસલ કરી છે. આગળ અભ્‍યાસમાં વિજ્ઞાન પ્રવાહ લઈ એન્‍જિનિયર ક્ષેત્રે કારકિર્દી ઘડવાની મહત્‍વકાંક્ષા ધરાવે છે. શહેરમાં દ્વિતીય ક્રમે૯૯.૬૯પીઆર સાથે ચારિયા જાગૃતિ ઉત્તીર્ણ થયેલ છે. સતત આઠ કલાકની મહેનતથી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ હવે૧૨કોમર્સ કરી સીએ બનવા માંગે છે. એ જ રીતે ત્રીજા ક્રમે ૯૯.૬૩ પીઆર સાથે મૂલચંદાણી દ્રષ્ટિ ઉત્તીર્ણ થયેલ છે. તેણે પણ ચાર્ટર્ડ એકાઉન્‍ટ ક્ષેત્રે અભ્‍યાસ કરવા માંગે છે ચોથા ક્રમે૯૯ ૫૬પીઆર સાથે વાળા સ્‍નેહા તેમજ પાંચમા ક્રમે૯૯.૧૯સાથે લાલવાણી ખુશ્‍બુ એ નંબર મેળવ્‍યો છે.

વેરાવળ સનરાઇઝ સ્‍કૂલ નું૯૩.૧૫ટકા પરિણામ જેમાં પ્રથમ ક્રમે જોગીયા ધ્રુવી હિતેશભાઈપીઆર ૯૯.૫૬ એ-૧દ્વિતિય ક્રમે ડોડીયા દર્શિતા અજિતભાઈપીઆર ૯૭.૧૩ એ-ટુતૃતીય કર્મે વિઠ્‍લાણી પ્રાપ્તિ ભાવેશભાઈપીઆર ૯૬.૯૪ઉત્તીર્ણ થયેલ છે.

(1:14 pm IST)