Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભઃ ગૌમાતા માટે પશુરક્ષા અભિયાન વેગવંતુ બનાવાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૨૬ : વર્ષો જુની મહાજન પરંપરાને જાળવી રાખનાર શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા અનશનવ્રતધારી, જીવદયાપ્રેમી શ્રી તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી પશુરક્ષા અભિયાન અંતગર્ત ભુજ શહેર મધ્યે આવેલ નવનીત નગરની સમીપે માલધારીઓની પ૦૦ જેટલી ગાયો માટે વરસાદ પડે ત્યાં સુધી ચાલનારા નિરણ કેન્દ્રનું આજરોજ વર્ષીતપ આરાધક પ.પૂ. આ.ભ.શ્રી કવીન્દ્રસાગર સુરીશ્વરજી મ.સા. આદી ઠાણા-ર અને પ.પૂ.કંચનસાગર મ.સા. (બાપા મારાજ)ની પાવન નિશ્રામાં સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા સહમંત્રી શ્રી હિરેનભાઇ પાસડ, ટ્રસ્ટી શ્રી ગીરીશભાઇ છેડા, શ્રી કિરણભાઇ કકકા, શ્રી લક્ષ્મીકાંતભાઇ કારાણી, યુવા પાંખના પ્રમુખ શ્રી અમીતભાઇ વોરા વિગેરેના શુભ હસ્તે ગૌ માતાનું પુજન કરી લીલો ચારો ખવડાવી નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી જીગર તારાચંદભાઇ છેડાએ કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહીતી આપી હતી. આ સમય સૌના સાથ સહકારથી મહામુલા પશુધનને બચાવવાના આ અભિયાનમાં યથા શકિત સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. માલધારીઓ હાજર રહી સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા અને ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(12:08 pm IST)