Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે 'સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી' પર સેમીનાર યોજાયો

પ્રભાસ પાટણ :.. કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, વેરાવળ અને આઇ-હબ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અભિગમનો વિકાસ થાય તે વિષે પ્રેરક માહિતી આપવાના હેતુથી 'સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી' વિષય પર સેમીનાર યોજાયો હતો. જેમાં ૧૭પ જેટલા વિદ્યાર્થીઓને ડો. જય જોશી અને તેમની ટીમ દ્વારા સ્ટાર્ટઅપ શરૃ કરવાની તેમજ સરકારશ્રી તરફથી મળતી સહાય વિષે સંપૂર્ણ માહિતી આપી હતી. કોલેજના આચાર્ય ડો. એસ. આઇ. યુસુફઝાઇના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના વડા ડો. કેતન ટાંક અને ડો. વિરલ બજાણીયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

(12:05 pm IST)