Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વીરપુરનું ગૌરવ વધારતી માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ

 

 વીરપુર જલારામઃ માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલની ૪ વિદ્યાર્થીનીઓની નેશનલ લેવલ માટે યોજાનાર સ્ટેમ્પ કિવઝ ૨.૦ માટે પસંદગી થઈ હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા સ્ટેમ્પ કિવઝ ૨.૦ સ્પર્ધા ઓનલાઈન યોજવામાં આવેલી હતી. જેમાં ધોરણ નવ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.જેમાં જિલ્લા કક્ષાએ શાળાની પાંચ વિદ્યાર્થીનીઓની પસંદગી થયેલ હતી. બાદમાં તેઓ અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લઈ તેમાંથી ચાર વિદ્યાર્થીનીઓની નેશનલ લેવલ સ્ટેમ્પ કિવઝ  ૨.૦ માટે પસંદગી થયેલ છે.૧) યશ્વી એસ.મકવાણા, ૨) નિશાજે.સાસલા,૩)જયદેવી એચ. માંધળ,૪)ખુશી એસ. બકરાણીયા ઉપરોકત વિદ્યાર્થીનીઓને રાજયકક્ષાએ ટેલિસ્કોપ, ડ્રોન તેમજ ટેબલેટ જેવા પ્રોત્સાહિત ઇનામ મળેલ હતા. સ્ટેમ્પ કવીઝ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની બહેનોને શાળાના આચાર્ય  સ્વાતિબેન એન. દેવમુરારી તેમજ સમગ્ર શૈક્ષણિક કર્મચારી ગણે પ્રોત્સાહન પૂરૃં પાડેલ હતું. આ તકે સંચાલક મંડળ વતી કિર્તીબેન ચાંદરાણીએ, શાળાના આચાર્યા બહેન સ્વાતિબેન દેવમુરારી,શૈક્ષણિક સ્ટાફ તેમજ ભાગ લેનાર અને વિજેતા થનાર તમામ વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવેલ હતા. (તસ્વીરઃ કિશન મોરબીયા વીરપુર)

(12:03 pm IST)