Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેશોદ કેન્દ્રનું ૫૧.૫૪ ટકા

સરકારી એલ. કે. હાઈસ્કુલમાંથી ચોવીસ વિદ્યાર્થીઓમાંથી માત્ર ત્રણ પાસ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૬:  રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દશ કેશોદ કેન્દ્ર નું પરિણામ ૫૧.૫૪ ટકા આવ્યું છે સરકારી એલ. કે. હાઈસ્કુલનું પરીણામ એટલું નબળું આવ્યું છે કે માત્ર ત્રણ વિધાર્થીઓ જ પાસ થયા છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા માતબર રકમ ફાળવવામાં આવે છે ત્યારે શિક્ષણ પુરું પાડવાની જવાબદારી જેનાં શિરે છે એ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં ન આવતાં પરીક્ષાનાં નબળાં પરિણામો આવતાં હોવાનું ચર્ચાઈ રહયુછે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું કિંમતી શૈક્ષણિક વર્ષ બગડે છે અને નાસીપાસ થઈ જાય છે. મુખ્ય વિષયો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોનાં શિક્ષકો ન હોવાની ફરિયાદ ઉઠવાપામીછે ત્યારે  ધોરણ દસ માં પચ્ચીસ વિધાર્થીઓ અભ્યાસ કરતાં હતા જેમાંથી ચોવીસ વિધાર્થીઓ એ પરીક્ષા આપતાં એકવીસ વિધાર્થીઓ નાપાસ થયા છે.

આમ કેશોદમાં સરકારી શાળાની નબળી પરિસ્થિતિ હોય જેથી કરીને ફરજીયાત વાલીઓ ને પેટે પાટા બાંધીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓમાં ઉંચી ફી ભરવા મજબુર બનેછે. કેશોદ શહેરમાં ખાનગી શાળાઓનાં સંચાલકો સતાધારી પક્ષ સાથે જોડાયેલા જવાબદાર પદાધિકારીઓ હોય ત્યારે સરકારી શાળાઓની કફોડી દયનીય સ્થિતિની રજુઆત કોણ કરે?!!

(12:00 pm IST)