Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગારીયાધાર ખાતે ભાવનગર જિલ્લાના સફાઈ કામદારોનું મહાસંમેલન યોજાશે

ગારીયાધાર તા. ૨૬ : શહેરના અને સમગ્ર ભાવનગર જિલ્લાના સફાઈ કામ સાથે જોડાયેલા સફાઈ કામદારોનું મહા સંમેલન ગારીયાધાર ખાતે આગામી તા. ૨૯ને સોમવારે યોજાશે.

આ સંમેલનમાં ગુજરાતની અંદર સફાઈ કામદારો પર થઈ રહેલા અન્‍યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામ ખાનગી એજન્‍સીને આપી રહી છે જેમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે અને સફાઈ કામદારમાં થતી કોન્‍ટ્રાક્‍ટ પ્રથા નાબૂદ કરી નગરપાલિકાઓમાં કાયમી અધિકારો મળે જે અનુસંધાને રાષ્‍ટ્રીય દલિત અધિકાર મંચના કન્‍વીનર અને વડગામના ધારાસભ્‍ય જીગ્નેશભાઈ મેવાણીના અધ્‍યક્ષ સ્‍થાને સફાઈ કામદારોનું મહાસંમેલન યોજાશે જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાંથી વિવિધ તાલુકામાં સફાઈ કામદારો એકઠા થશે.

(10:48 am IST)