Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલને ફરી જીલ્લા ભાજપમાં સ્‍થાનઃ અલ્‍પેશભાઇ ઢોલરીયા જીલ્લા ભાજપ પ્રમુખ પદે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૬ : ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાની જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઇ છે. તેમની વરણીના પગલે ગોંડલ ભાજપ પરીવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

ગોંડલ તાલુકાના લીલાખા ગામના ૪૧ વર્ષીય અલ્‍પેશભાઈ ઢોલરીયા એ વર્ષ ૨૦૧૫ માં ગોંડલ તાલુકા યુવા ભાજપના સભ્‍યથી કારકીર્દીની શરુઆત કરી હતી.તેજાબી વક્‍તવ્‍ય અને આગવા કૌશલ્‍ય દ્વારા અલ્‍પેશભાઈ ઢોલરીયાએ રાજનીતીમા ખુબ જડપી પ્રગતિ કરી ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અને જીલ્લા ભાજપના મંત્રી પદે પહોંચી ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા ના વિશ્રાસુ સાથીદાર બન્‍યા હતા.બાદમાં સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડના ચેરમેન બની હાલ માર્કેટ યાર્ડને પ્રગતિશીલ અવ્‍વલ નંબર નો દર્રજો અપાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

જીલ્લા ભાજપ પ્રમુખ પદે ભાજપ પ્રદેશ દ્વારા તેઓની વરણી થતા ધારાસભ્‍ય ગીતાબા જાડેજા સહિત ભાજપના આગેવાનો,કાર્યકરો એ અભિનંદન પાઠવી તેઓની વરણી ને વધાવી છે.

જીલ્લા ભાજપમાં મનીષભાઈ ચાંગેલા,રીનાબેન ભોજાણી બાદ ફરી ગોંડલને મહત્‍વનું સ્‍થાન મળતા રાજકોટ જીલ્લામાં ગોંડલનો દબદબો બરકરાર રહ્યો છે.

(10:42 am IST)