Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાવનગરમાં અકસ્‍માતના બે બનાવોમાં બે યુવાનના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬ : ભાવનગરના વિઠ્ઠલવાડી, ઉદ્યોગનગરમાં આવેલ દરગાહ પાસે બોલેરો ચાલકે હડફેટે લેતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના નિર્મળનગર, શેરી નં. ૧૦, બી/ ૨૯ માં રહેતો પ્રણવ પુનમભાઈ બાવળીયા ઉં.વ. ૧૮ અને તેનો મિત્ર ધ્રુવ વિઠ્ઠલવાડી, ઉદ્યોગનગર દરગાહ પાસે ઉભા હતા તે દરમિયાન બોલેરો ગાડી નં. જી.જે.૦૪-એ.ડબલ્‍યુ ૬૭૫૮ ના ચાલકે પ્રણવને હડફેટે લેતા તેને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ,જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા પૂનમભાઈ નાગજીભાઈ બાવળીયાએ બોલેરોના ચાલક વિરૂદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉના તાલુકાના લેરકા ગામમાં રહેતા જગાભાઈ ભીમાભાઇ સોલંકી ટ્રકમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા ત્‍યારે કોબડી ટોલનાકા પર રિવર્સમાં આવી રહેલા ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ટોલનાકાના બૂથ સાથે અથડાવી જગાભાઈને અડફેટે લેતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જયાં તેમનું મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ બીજલભાઈ સોલંકીએ ટ્રક નં. જી.જે. ૩૧-એસ.ટી. ૧૬૨૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:39 am IST)