Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ-10નું પરિણામ 69.42 ટકા :જિલ્લાના કુલ 16,086 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી

જિલ્લાના 131 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 980 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ

સુરેન્‍દ્રનગર:માર્ચ-2023માં લેવાયેલ ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  રાજ્યમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62% રહ્યુ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ -10નું પરિણામ 69.42 % પરિણામ આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 16,086 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જિલ્લાના 131 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 980 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 2026 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 3141 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 3372 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 1448 વિદ્યાર્થીને  C2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 શાળાઓમાં ધોરણ -10નું પરિણામ 100% રહ્યું છે. જ્યારે 30% થી ઓછું પરિણામ ધરાવતી હોય તેવી શાળાની સંખ્યા 16 છે.   ધોરણ -10ના પરિણામ બાબતે રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો 7માં ક્રમાંક પર રહ્યો છે.                           

 

(12:31 am IST)