Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જુનાગઢમાં આઇસરની ડેકીનો કાચ તોડી બે મોબાઇલ ફોનની ચોરી

બે શખ્‍સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬  :  જુનાગઢમાં રાત્રે પોલીસે બે શખ્‍સોને બાઇક પર વિદેશી દારૂ લઇ જતા પકડી પાડી રૂા.ર૧ર૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

જુનાગઢમાં રાત્રે કેવડાવાડી રોડ પર કોન્‍સ્‍ટેબલ વનરાજસિંહ વગેરે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે પતાપસર ગામનો વસંત ખોડાભાઇ કુછડીયા અને દર્શિત કાંતિભાઇ દેવરા જીજે ર૩ એફ પ૬પપ નંબરના મોટર સાયકલ પર શંકાસ્‍પદ હાલતમાં નીકળ્‍યા હતા.

આથી પોલીસે બંનેને રોકીને તલાશી લેતા વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવતા બંને શખ્‍સોની ધરપકડ કરી કુલ રૂા.ર૧,ર૦૦નો મુદામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:40 pm IST)