Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડાપ્રધાનની જસદણ મુલાકાત સંદર્ભે માળીયા ભાજપ આગેવાનોની મીટીંગ યોજાઈ

મોરબી  : જસદણમાં   પીએમની મુલાકાત સંદર્ભે માળીયા તાલુકાના ભાજપના આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં  માળિયા તાલુકામાંથી વધારેમાં વધારે કાર્યકર્તાઓ હાજર રહે એ માટે માળિયા તાલુકા ભાજપના આગેવાનોની મીટીંગ મોરબીના માર્કેટ યાર્ડ ખાતે મગનભાઈ વડાવિયા અને અમુભાઈ વિડજાની આગેવાનીમાં યોજાઈ હતી.આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડ્‍સુબિયા, પંચાયત સદસ્‍ય કેતનભાઇ વિડજા, તાલુકા પંચાયતના ઉપ્રમુખ સવજીભાઈ, મનહરભાઈ બાવરવા, તાલુકા સદસ્‍ય પ્રવીણભાઈ અવડિયા, કાંતિલાલ દેત્રોજા, ચંદુભાઇ યુવા અગ્રણી ઉમેશભાઈ જાકાસણિયા, નિકુંજ વિડજા, હરેશભાઈ કૈલા, અશોકભાઈ હુંબલ, પ્રજ્ઞેશ ગોઠી, વિજય ગજીયા સહિતના તમામ આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:08 pm IST)