Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મોટા જીંજુડા અને સાવરકુંડલામાં બે વ્‍યકિતઓએ જિંદગી ટૂંકાવી

અમરેલી, તા.૨૬: સાવરકુંડલા તાલુકાના મોટા જીજુડા ગામે રહેતા બુધાભાઈ મનજીભાઈ દેગામા ઉ.વ.પરને પેરાલીસીસની બીમારી હોય જેની દવા પણ ચાલુ હોય પોતે બીમારીથી કંટાળી મોતાની મેળે ઝાડની ડાળી સાથે ગળા ફાંસો ખાઈ જતાં મોત નિપજયાનું પુત્ર સંજયભાઈ દેગામાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સાવરકુંડલા જુના બસ સ્‍ટેશન પાસે બસીરભાઈ હાસમભાઈ બાવનકા ઉ.વ.૩૦ આર્થિક મુજવણમાં રહેતો હોય તેના ઉપર પહેલાનું લેણુ હોય જેથી પોતાની મેળે ગળા ફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું મોસીનભાઈ બાવકાએ જાહેર કરેલ છે.

રામપુરમાં મારામારી

ધારી તાલુકાનાં રામપુર ગામે રહેતા જયસુખભાઈ મનજીભાઈ ચાવડાનો દિકરો તથા ભરત વલ્લભભાઈ ચાવડાની દિકરીએ પ્રેમલગ્ન કરી ભાગી ગયેલ અને એક જ પરિવારના હોય જેથી સમાધાન કરવા જયસુખભાઈ મનજીભાઈ ચાવડાના ઘરે ભરત વલ્લભભાઇ, અંકિત કુરજીભાઈ, જયંતી સવજીભાઈ, રામ ખોડાભાઇ, મયુર હરીભાઈ, ભારતીબેન ચતુરભાઈ, સિધ્‍ધરાજ કુરજીભાઈ, સુરેશ કરશનભાઈ, કરશન ઠાકરશીભાઇ, રઘુ જયંતીભાઇ, શૈલેષ ચોથાભાઇ, કિશન ભવાનભાઇ, દિનેશ સવજીભાઈ ચાવડા ભેગા થયેલ તે દરમિયાન બોલાચાલી થતા ભરત વલ્લભભાઈએ ગાળો બોલી લાકડી વડે માર મારી જયસુખભાઈ અને તેના ઘરના સભ્‍યોને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્‍યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા બનાવની તપાસ હે.કોન્‍સ. આર.પી. રાઠોડ ચલાવી રહ્યા છે.

બાઇક ઉપરથી પડી જતા

અમરેલી કુંભારવાડામાં રહેતા જીકરભાઈ મુસાભાઈ શેખાણી ઉ.વ.૬૨ પોતાનું બાઈક જી.જે. ૧૪ એએલ ૫૦૦૪ ચલાવી તેમના સાઢુભાઈ સતારભાઈ લાખાણીની દિકરી રાબીયાબેનને બાઈકમાં બેસાડી મહુવા દવાખાને જતાં હતા. ત્‍યારે બાઢડા ગામ વટી રામગઢ પહોંચતા વળાંકમાં એસટી બસ જી.જે. ૧૮ ઝેડ ૫૯૮૨ના ચાલકે પુર ઝડપે ચલાવીને બાઇકને ઠોકર મારતા નીચે પડી જતાં જીકરભાઇને હાથે - પગે અને શરીરે ઇજાઓ કરી રાબીયાબેનને નાકે ઇજા કર્યાની સાવકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તમંચા સાથે ઝડપાયો

રાજુલા તાલુકાના વાવેરા ગામના જસુ ડાયાભાઈ ચાવડા પોતાના કબ્‍જામાં લાયસન્‍સ પરવાના વગરના દેશી બનાવટના તમંચા રૂ.૨૫૦૦/ કિંમતના સાથે એલ.સી.બી. પો.કોન્‍સ. વિનુભાઈ બારેયાએ ઝડપી પાડયો હતો.

જુના માલકનેસમાં જુગાર

ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા અમરેલી એલસીબી પો.કોન્‍સ. વિનુભાઈ બારૈયાએ ભીમા ઓઘડભાઈ ખુમાણ, કેસુ નાનજીભાઈ બારેયા, બરકત હસનભાઈ રૂપાણી, ધીરૂ જીણાભાઈ જાદવ, ઈસુબ ઉસ્‍માનભાઈ મન્‍સુરી, સવજી લાખાભાઈ સાંખટ સહિત ૧૧ શખ્‍સોને રોકડ રૂ. ૨૪,૬૫૦/ તેમજ ૧૦ મોબાઇલ રૂા.૪૧,૦૦૦/ મળી કુલ રૂ. ૬૫,૬૫૦/ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

અમરેલી, વડિયાના ભુખલીસાથલી ગામે સ્‍કુલની પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા જસા ભીખુભાઈ જાદવ, સુરેશ રવજીભાઈ જાદવ સહિત ત્રણ શખ્‍સોને પો.કોન્‍સ. આરીફખાન ભોજવાનીએ રોકડ રૂમ. ૧૮૦૦/- સાથે ઝડપી પાડયા હતા.

દામનગરમાં ઠગાઇ

દામનગર એસબીઆઇમાં તા.૧૮/પ થી ૧૯/પ દરમ્‍યાન બેંકના એકાઉન્‍ટટ રાજકુમાર વાસુદેવ શર્મા હાલ દામનગર મૂળ દાનાપુર કેન્‍ટ પાંચલ જી.પટના વાળાએ સીડીએમ મશીનના રોકડ રૂા.૨૫,૫૮,૭૦૦ કેસ એકાઉન્‍ટ નં.૪૫૯૯૨૭૩૬૦૦૩૯૦માં રૂ.૨,૫૦,૦૦/ શોર્ટ કેસ તરીકે તેમજ કેસ. ઇન્‍ટર સીટી એકાઉન્‍ટ નં.૪૫૯૯૨૬૯૬૦૦૩૯-૬ માં રૂ.૨૧,૬૫,૦૦૦/- સીડીએમ મશીનમાં જમા કરવાના હેતુથી મેળવી લઈ સીડીએમ મશીનમાં કપટતા પૂર્વ નાણા જમા નહીં કરવા બદદાનતથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ઉપરોકત નાણા પેકી રૂ.૧,૫૦,૦૦૦/ પરત કરી બાકીના રૂા.૨૫,૨૩,૭૦૦/ સરકારી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ પોતે એક બેન્‍કર રાજય સેવક હોવા છતા બેક સાથે વિશ્વાસઘાત કર્યાની બેંકના મેનેજર દેવેન્‍દ્રભાઈ રોહિદાસ પાટીલે દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પીએસઆઈઇશ્રી સેગલીયા તથા રાઇટર શ્રી કપીલભાઈ બગડા અને જયદેવસિંહની ટીમ તપાસ ચલાવી રહી છે.

સીમરણથી યુવતિ ગૂમ

તાલુકાના સીમરણ ગામે પીયરમાં આવેલી પ્રિયંકાબેન સંજયભાઈ ઉ.વ. ૩૦ તા.૨૨/પ ના ઘરેથી કોઈને કહયા વગર પોતાની મેળે ગુમ થયાનું તેમની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વડિયા પંથકમાં જુગાર

વડિયાના ભુખલીસાથલી ગામે સ્‍કુલની પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા જસા ભીખુભાઈ જાદવ, સુરેશ રવજીભાઈ જાદવ સહિત ત્રણ શખ્‍સોને પો.કોન્‍સ. આરીફખાન ભોજવાનીએ રોકડ રૂા. ૧૮૦૦/ સાથે ઝડપી પાડયા હતા

(4:24 pm IST)