Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

હળવદના રણમલપુરમાં વાડીએ જુગારની મહેફિલ

  હળવદ : રણમલપુર ગામે દીલીપભાઇ કરસનભાઇ વામજા પોતાની વાડીએ જુગાર ક્‍લબ ચલાવે છે જેને પગલે બાતમી વાળી જગ્‍યાએ દરોડો પાડતા વાડીમાંથી દીલીપભાઇ કરસનભાઇ વામજા, રે.રણમલપુર, હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા, રહે.હળવદ વસંતપાર્ક, પ્રકાશભાઇ ગોરધનભાઇ કણઝરીયા, રહે.વેગડવાવ  હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા, રહે.હળવદ આનંદપાર્ક, દિનેશભાઇ ઠાકરસીભાઇ આજોલીયા, રહે.વઢવાણ ૮૦ ફુટ રોડ અને મનસુખભાઇ શામજીભાઇ વરમોરા, રહે.રણમલપુર નામના જુગારીઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન હળવદ પોલીસે રોકડા રૂપીયા ૧.૬૬ લાખ, જુદી-જુદી કંપનીના મોબાઇલ નં-૬ કિમત રૂ.૨૦ હજાર તથા એક સેન્‍ટ્રોકાર કિમત રૂ.૧.૫૦ લાખ સહિત કુલ ૩.૩૬ લાખનો મુદામાલ કબ્‍જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્‍વયે કાર્યવાહી હાથ ધરી હતી.

(12:04 pm IST)