Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આછા વાદળા સાથે ગરમીમાં રાહત યથાવત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર

રાજકોટ તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે સવારથી આછા વાદળા છવાયેલ છે. જો કે ગરમીમાં રાહત યથાવત છે.
ᅠગુજરાતમાં ૨૭ મેથી ૨૯ મે સુધી સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે હવે ગરમીને લઇને આગામી બે દિવસ થોડી રાહત ચોક્કસ મળશે.ᅠ
હવામાન વિભાગે આ વખતે ચોમાસુ વહેલા બેસી શકે છે તેવી આગાહી કરી છે. વરસાદ ૮ જૂનથી ૧૫ જૂન સુધીમાં રાજયના વિવિધ વિસ્‍તારોમાં શરુ થઇ જશે તેવી પણ શક્‍યતા વ્‍યક્‍ત કરી હતી ત્‍યારે પ્રિ મોન્‍સૂન એક્‍ટિવીટીની શરૂઆત થઇ શકે છે. જી, હા ૨૭ મેથી રાજયના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે. અનેક વિસ્‍તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી રાહત મળી શકે છે.
તો આ તરફ પ્રિ મોન્‍સૂન એક્‍ટિવીટીની શરૂઆત થતા ૨૭થી ૨૯ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. કારણ કે દરિયાઇ વિસ્‍તારોમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.ᅠ
હાલમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. ૧૦ જૂન સુધી દ. ભારતના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી જશે.ᅠગુજરાતમાં વરસાદᅠ૧૦મી જૂનની આસપાસ ગુજરાતમાં આવવાની શક્‍યતા રહેશે. ૮મી જૂનથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્‍યતા રહેશે. ᅠઅને ૧૫મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્‍યતા રહેશે. આદરા નક્ષત્ર પૂર્વે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદની શક્‍યતા છે. એટેલે આ વર્ષે ચોમાસુ થોડુ વ્‍હેલુ આવી તેવી શક્‍યતા રહેશે. ᅠખેડૂતો માટે શરૂઆતનો વરસાદ સારો રહેશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગરમાંᅠ ᅠબુધવારેᅠ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની ઝડપ ૩૦ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે મહત્તમ તાપમાન ઘટયું છેᅠ પરંતુ ભેજના કારણે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૮ મહત્તમ, ૨૭.૮ લઘુત્તમ, ૭૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(11:54 am IST)