Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રાજસત્તા ઉપર ધર્મસત્તા જરૃરી છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

ગોંડલના રીબડામાં મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહની આજે પુર્ણાહૂતિ રાત્રે ભવ્ય લોકડાયરો : આપણી અંદર આત્મારૃપી કૃષ્ણ પરમાત્મા છે ત્યાં સુધી જ શરીર છે કોઇનો ઉપકાર કયારેય ન ભુલવો અને આપણે કોઇપણ કરેલ ઉપકાર કયારેય યાદ ન કરવોઃ અગાઉ રાજા મહારાજા આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રાજા હંમેશા ધર્મ લઇને ચાલે કાયદાનો સાચો અમલ ધર્મ કરી શકેઃ કથામાં રાજવીશ્રીઓ તેમજ સાંસદ કુંડારીયા, શકિતસિંહ ગોહિલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, વજુભાઇ વાળા, કુંવરજીભાઇ, ભીખાભાઇ, અંબરીશ ડેર સહિતના ધારાસભ્યોની ઉપસ્થિતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.,ર૬: રીબડા ખાતે શ્રી મહિરાજ બજરંગ બલી ટ્સ્ટ શ્રી મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા પરિવાર દ્વારા પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને કથા ચાલી રહી છે પુ. ભાઇ ઘણીવાર સુનામી આવે તહસનહસ થઇ જાય.આપણી અંદર આત્મારૃપી કૃષ્ણ પરમાત્મા છે ત્યાં સુધી જ શરીર છે. આપણા દેહ મૃત્યુ પામે ત્યારે અગ્નિસંસ્કાર સાથે અમુકને જળસમાધી આપે શરીરનો નાશ પાકકો છે  આ શરીરમાં આત્માએ ત્યાં સુધી પછી ડુબી જવાના છીએ નામ માત્રનો નાશ નિશ્ચિત છે.

કોઇના ઉપકારના ભુલવા વ્હાલા બે વાત કયારેય  ન ભુલો એક મોતને બીજા નારાયણ આપણે કોઇ પર કરેલ ઉપકાર ભુલી જાવ પણ કોઇ આપણા પર ઉપકાર કરે એ ન ભુલવો.

પુ.ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે વ્રજના કણકણમાં કૃષ્ણ છે આવતા જતા લોકોને વ્રજની ચરણ રજ પડે તો પાવન થઇ જવાય ત્યાં ઉધ્ધવજી પ્રગટ થાય છે. રાજા મહારાજા આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રાજા હંમેશા ધર્મ લઇ ચાલે કાયદાનો સાચો અમલ ધર્મ કરી શકે. ધર્મને સાથે લઇ ચાલવુ જોઇએ. ધર્મ અર્થ કામને યોગ્ય સંપાદન કરો તો મોક્ષ આવે આવેને આવે તમે સંયમપુર્વક વિવેકથી ભોગવ્યું હોય તો મોક્ષની બારી ખુલી જાય પરીક્ષીતને કથા સાંભળવાની રૃચી છે તેને ઉધ્ધવે સાંભળવા નથી દેતા  તમે કળી યુગનો નિરપેક્ષ કરો ચક્રવર્તી સમ્રાટ તરીકે તેનો નાશ કરો.

વડાપ્રધાનને કથા સાંભળવી હોય થોડા સાંભળી શકે તેને મોટી જવાબદારી છે તેમના માથે એક રાષ્ટ્રીય વ્યકિતએ મને કીધુ કે હું આપની કથા નથી સાંભળી શકતો પણ મે જ તેને કહયું તમે તમારૃ કર્તવ્ય નિભાવો તમારો ભાવ છે એ કથા સાંભળ્યા બરોબર છે.

સાત દિવસનું જીવન બાકી રહયું અને પરીક્ષીતને ગંગા કિનારે જતા રહયા અને પછી શુકદેવજીએ કથા સંભળાવી આ કથા ચવાય થી ગઇ ગવાઇ ગઇ છે ભાગવત વિષય છે અમારો શ્વાસ છે અમારો શ્રીકૃષ્ણ શ્રીરામ પરબ્રહ્મ છે કબીર સાહેબ  કહયુ સાહેબ સબ કા બાપ હે પરમાત્મા એક કોઇના બેટા નથી શાસ્ત્રોમાં તેને પર બહ્મ સ્વરૃપ કહયું છે.

રામના નામનો મહીમા શાસ્ત્રો ઉપનીષદો ગાય છે. એક રામ  અવધેશકુમાર એ ચરિત્ર કર્યુ એમની નારી સતી સીતાનું રાવણ હરણ કરી ગયો અને રામને રોષ થયો છાત્ર તેજ છે જે અન્યાય અધર્મ જોવે સીતાના  હરણ દ્વારા તેમને લલકારવામાં આવ્યા અને યુધ્ધમાં રાવણે હણ્યો  વેદો ઉપનીષદમાં જેનો મહિમા ગવાય તે રામનુ પરિબ્રહ્મ રૃપ કહયું છે. રામાયણ જીવતા શિખવાડે ભાગવત મરતા શિખવાડે શ્રી કૃષ્ણ સાક્ષાત પરિબ્રહ્મ છે આખી સૃષ્ટિ પ્રગટ કરે નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર થઇને તે આવે છે.

વિશ્વાસ ઉપર ભકિત માર્ગ ટકયો છે. ભકિત માર્ગ વિશ્વાસનો માર્ગ છે. માં સરસ્વતી બ્રહ્મ વિચાર ભગવત ગીતા બ્રહ્મ વિદ્યા છે. રામ વનવાસનો પ્રસંગ વર્ણવતા ભાઇ ભાવવિભોર થઇ ગયા હતા. ભકિત કરવી અને નિર્મળ રહેવુ પાનબાઇ ભકિત માર્ગમાં બધાયમાં ભગવાનના દર્શન કરવા અમારે એક મહાત્મા કોઇ પણ આવે આવો ભગવાન જમીને જજો ભગવાન શ્રીમન નારાયણનું પુ. ભાઇશ્રી એ ગાન કર્યુ શ્રોતાઓ પણ સાથે જોડાયા સત્યનારાયણ નારાયણ નારાયણ..

પૂ. ભાઇશ્રી એ વધુમાં જણાવેલ કે રીબડાના આંગણે જાડેજા પરિવાર દ્વારા આયોજીત આ ભાગવત કથાના આયોજન માં આ પંથકના અઢારેય વરણ ઉમંગ સાથે જોડાયા અને આ ધર્મોત્સવના સાક્ષી બની રહ્યા છે. પૂ. ભાઇશ્રીએ શાસન વ્યવસ્થાના દિશા નિદેર્ષો અને સ્કંધ પુરાણમાં દર્શાવેલ નિર્ણયો અંગે કહ્યું હતું કે કોઇપણ દેશની સુખાકારી માટે કાયદો વ્યવસ્થા અને નિયમો આવશ્યક છે પણ શાસકોએ પંથ નિરપેક્ષ જાળવી પોતીકો ધર્મ કયારેય ભુલવા ન જોઇએ રાજસતા પર ધર્મ સતા જરૃરી છે.

ભાગવતની વિશેષતા અંગે પૂ. ભાઇશ્રીએ જણાવેલ કે ભાગવતજી પ્રત્યે મારો દઢ વિશ્વાસ છે અને ભાવમય બની ભાગવત મારો પ્રાણ છે. મારો શ્વાસ છે જીંદગીના અંત સુધી ઇશ્વર મને ભાગવતમયી બનાવી રાખે તેવી પ્રાર્થના કરતા શ્રોતાઓ પણ ગદગદીત થઇ ગયા હતા. ઋક્ષમણી વિવાહના પ્રસંગની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. ભગવાનના સ્વરૃપ ભગવાનના ગુણ ભગવાનનુ નામ ભગવાનનું ધામ ભગવાનની લીલાઓ તપોસ્થલીઓ દર્શન માત્રથી જીવનને શાંતિ પ્રાપ્ત થાય છે. આ કથા દરમ્યાન રાજવીશ્રી ઓ તેમજ ગુજરાત રાજયના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા  રાજયસભાના સાંસદ શકિતસિંહજી ગોહીલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, અંબરીશભાઇ ડેર, સત્તાધાર આપગીગાની જગ્યાના મહંત પૂ. વિજયબાપુ ખોડલધામના નરેશભાઇ પટેલ, તેમજ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે. ડી. પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, છેલભાઇ જોષી દાતાર સેવક બટુકબાપુ, શૈલેષભાઇ પંડયા મહેશભાઇ જોષી તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, મનોજભાઇ જોષી, મનીષભાઇ ત્રિવેદી, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

આજે કથાની પુર્ણાહૂતી થનાર છે. કથા દરમ્યાન અનિરૃધ્ધસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદિપસિંહ  જાડેજા, સત્યજીતસિંહ (સતુભા) જાડેજાએ ખડેપગે સુંદર વ્યવસ્થા જાળવી અને ચારચાંદ લગાવી દે તેવું આયોજન કર્યુ હતું.

(1:15 pm IST)