Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ખાવડા પાસેથી ‘જાસુસી કબૂતર' પકડાયુ અરેબિક લખાણ છે : તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : દેશની પヘમિી સરહદ કચ્‍છ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સંવેદનશીલ એવી કચ્‍છ સરહદે ડ્રગ્‍સની વધેલી હેરફેરી ચિંતા સર્જી રહી છે. જખૌ નજીકના દરિયામાંથી ચરસના વધુ ૪ પેકેટ મળી આવ્‍યા છે.ᅠ
બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન કંતાનની થેલીમાં પેક કરેલ ચરસના આ પેકેટ ભલે બિનવારસુ મળ્‍યા હોય પણ એને પેક એ રીતે જ કરાયા છે કે, તે દરિયામાં ફેંકી તેની ડિલિવરી લેનાર સુધી બરાબર પહોંચે. આ સાથે જ કચ્‍છના દરિયામાંથી બીએસએફ ને મળેલ બિનવારસુ ચરસનો આંકડો દોઢ ટનને પાર કરી ૧૫૦૬ કિલો સુધી પહોંચી ગયો છે.ᅠ
તો, હરામીનાળામાંથી બીએસએફે પેટ્રોલિંગ દરમ્‍યાન બિનવારસુ પાકિસ્‍તાની બોટ ઝડપી પાડી હતી. પીલર ન. ૧૧૬૫ પાસેથી ઝડપાયેલ આ બોટમાં માછીમારીનો સામાન મળ્‍યો છે. આ બધા વચ્‍ચે ખાવડા ની રં સરહદેથી બીએસએફે એક કબૂતર ઝડપી પાડ્‍યું છે. આ કબૂતરની ચકાસણી કરતાં તેની પાંખમાં અરેબિક ભાષામાં સ્‍ટેમ્‍પ લાગેલું છે.
ગરમીને કારણે ડીહાઇડ્રેશન થતાં થાકેલા આ કબૂતરને વન વિભાગને સારવાર માટે સોંપાયા બાદ વન વિભાગે કબૂતર રક્ષિત પક્ષીમાં ન આવતું હોઈ પરત બીએસએફને સોંપ્‍યું છે. દરમ્‍યાન આ કબૂતર પાલતુ હોવાની શક્‍યતા સાથે અન્‍ય એજન્‍સીઓએ પણ અરેબિક લખાણની તપાસ શરૂ કરી છે. જોકે, કબૂતરને મેટલ ડિરેક્‍ટર દ્વારા તપાસ કરાતા તેમાં કોઈ પણ માઇક્રો ચિપ જેવું કંઈ મળ્‍યું નથી.
સરહદી હિલચાલ વચ્‍ચે કચ્‍છના બંદરો ઉપર કેફીદ્રવ્‍યો ની હેરાફેરી ચર્ચામાં છે. હવે, ફરી એકવાર મુન્‍દ્રા પોર્ટ ઉપર ઈરાનથી આવેલ એક કન્‍ટેનરમાં શંકાસ્‍પદ સિંથેટિક ડ્રગ્‍સ ઝડપાયું છે. કન્‍ટેનર માં મીઠું હોવાનું ડેકલેરેશન કરાયું છે.
ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્‍દ્રા પહોંચેલા આ કન્‍ટેનરમાં રહેલ શંકાસ્‍પદ જથ્‍થાને લેબોરેટરી રિપોર્ટ માટે મોકલાયો છે. જેની તપાસ બાદ સ્‍પષ્ટ થશે કે આ શંકાસ્‍પદ જથ્‍થો શેનો છે.

 

(11:51 am IST)